બટેટા ની પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રીઓને સાથે લઈ લો. બટેટા ને કુકર માં સીટી લગાવી બાફી લેવા.લસણ અને મરચા ને ઝીણા સમારી લેવા જેથી મિક્સરમાં પેસ્ટ કરવા સમયે લસણ સરખી રીતે પીસાઈ જાય. એક મિક્સર જારમાં મરચાં ઉમેરો.
- 2
હવે તેમાં લસણ આખું જીરું અને બાફેલા બટેટાને ઉમેરી દો.
- 3
સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સરમાં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવી તો જરૂર લાગે તો બેથી ત્રણ ચમચી પાણી ઉમેરવું વધારે નહીં. હવે એક મોટા વાસણમાં બટેટા અને લસણ મરચા વાળી પેસ્ટ ને લઈ લો. તેમાં ચીલી ફ્લેક્સ અને કોથમીર ઉમેરી દો.
- 4
હવે તેની અંદર ઘઉંનો લોટ ઉમેરતા જાવ પૂરીનો લોટ આપણે જેમ કડક બાંધીએ તેવો જ કડક લોટ બાંધવા નો છે જરૂર લાગે તેમ લોટ ઉમેરતા જવું પાણી નહીં. એકથી બે ચમચી તેલ લગાવી 10 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો.
- 5
હવે તેમાંથી મોટો લુવો લઇ જાડી અને મોટી પૂરી વણો. ઉત્તમ ગરમ તેલમાં જરા થી દબાવી ખુલે તેવી રીતે તળી લેવી.
- 6
ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલ માંથી કાઢી લો. તમારા ભાવતા સાક સાથે અથવા દહીં કે અથાણાં સાથે પણ આ પૂરી ની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ