પનીર કોફતા કરી (paneer kofta curry recipe in Gujarati)

પનીર કોફતા કરી (paneer kofta curry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોફતા બનાવવા માટે સૌપ્રથમ આપને બટાકા અને પનીરને લઈશું. તેમાં મીઠું, આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ,એક ચમચો કૉનફલોર તથા બાકીનો બધો મસાલો ઉમેરી. પછી તેના લંબચોરસ શૅપ આપીને કોન ફ્લોર માં રગદોળી ને તેલમાં તરશુ. રેડી છે પનીર ના કોફતા.
- 2
કરી બનાવવા માટે આપને સૌપ્રથમ એક કડાઈમાં બટર ગરમ થાય એટલે તેમાં જીરૂં,તમાલપત્ર,એલચા તથા ઇલાયચી ઉમેરશુ. પછી તેમાં ડુંગળી,લસણ,આદુ મરચાં તથા ટામેટાં લઈ તેને સાંતળી શું. પછી તેમાં કાજુ, મગજતરી,કાશ્મીરી મરચું,હળદર તથા ગ્રેવી મસાલો ઉમેરી ગેસ પર પાંચ મિનિટ રહેવા દો.ગ્રેવી ઠંડી પડે એટલે તેને મિક્સરમાં ક્રશ કરી ગાળી લઈશું. કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં ગ્રેવી ઉમેરી પછી તેમાં મીઠું,કસૂરી મેથી, ખાંડતથા કિચન કિંગ મસાલો ઉમેરી દસ મિનિટ ગેસ પર થવા દો. કરી ખદખદે એટલે તેના અડધો કપ મલાઈ ઉમેરો.
- 3
કોફ્તાને કરીમા ઉમેરી તેની ઉપર મલાઈ તથા લીલા ધાણા ઉમેરી સવૅ કરીશું તૈયાર છે પનીર કોફતા કરી. જેને તમે તંદુરી રોટી તથા નાન સાથે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (2)