ગટ્ટાનું શાક(gatta nu saak recipe in Gujarati)

ગટ્ટાનું શાક(gatta nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ચણાના લોટ લઈ એની અંદર હળદર મીઠું અને ધાણાજીરું લાલ મરચું અને અજમા અને તેલ નાખીને લોટને એકદમ કડક બાંધી લો પછી એક તપેલીમાં પાણી ને એકદમ ગરમ કરી ને એની અંદર બાંધેલા લોટ ના મુઠીયા ગરમ પાણીની અંદર નાખી અને પકાવી લો મુઠીયા થઈ જાય પછી એને બહાર કાઢી અને ઠંડુ થવા દો પછી એના નાના કટકા કરી લો
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરુ સુધારેલી ડુંગળી અને સુધારેલા ટામેટાં નાખીને હલાવો પછી એની અંદર લાલ મરચુ ધાણા જીરું હળદર મીઠું નાખીને ધીમા આજે થાવા દો પછી એની અંદર એક વાટકી દહીં લઈ એની અંદર ચપટી હળદર ચપટી મરચું અને ચપટી ધાણાજીરું નાંખી અને સરખી રીતે હલાવી પછી દહીં ના મસાલા અંદર નાખી અને પાછું હલાવો પછી સુધારેલા ગટ્ટા પણ નાખી દો ગટ્ટા ના બાફેલું પાણી પણ નાખી દો અને એને પાંચ મિનિટ સુધી ધીમા આજે પકાવી લો શાક જાય પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી અને કોથમીરથી ગાર્નિશ કરો
- 3
તો તૈયાર છે ગટ્ટાનું શાક
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (3)