કચોરી(kachori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં ઘી ગરમ કરી નાખી દો અને મીઠું નાખી બરાબર મસળી લો પછી તેમાં થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લો અને 1/2કલાક માટે ઢાંકી ને રાખી દો
- 2
ગ્રીન ચટણી બનાવવા માટે બધી જ સામગ્રી ભેગી કરી લો અને પછી મિક્સરમાં ક્રશ કરી લો અને એક બાઉલમાં કાઢી લો
- 3
મીઠી ચટણી બનાવવા માટે આંબલી ને ધોઈ ને ગરમ પાણી માં ૨ કલાક સુધી પલાળી રાખો પછી તેને મસળીને ગાળી લો તેમાં ગોળ અને કોર્ન ફ્લોર નાખી થોડીવાર માટે ગેસ પર ગરમ કરો ઠંડુ થવા દો પછી તેમાં બધા મસાલા નાખી દો અને એક બાઉલમાં કાઢી લો
- 4
પુરણ બનાવવા માટે:- મગ ની દાળ ને ધોઈ ને ૩-૪ કલાક પલાળી રાખો પછી તેનું પાણી કાઢી લો અને મિક્સરમાં અધકચરી ક્રશ કરી લો.
- 5
હવે એક કઢાઈમાં આખા ધાણા,મરી, જીરૂ અને વરિયાળી નાખી ધીમા તાપે શેકી લો અને પછી ઠંડુ થાય એટલે અધકચરા ખાંડી લો અને એક બાઉલમાં કાઢી લો
- 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હિંગ નાખી દો હવે તેમાં ખાંડેલા મસાલો અને દો પછી તેમાં લસણની પેસ્ટ, આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં મરચું પાઉડર, હળદર, ધાણાજીરું નાખી સાંતળો પછી તેમાં મગની દાળ નાખો અને પછી તેમાં મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો અને મગની દાળ સરસ રીતે છુટી થાય ત્યાં સુધી હલાવતા રહો અને ઠંડુ થવા દો
- 7
હવે લોટના લૂઆ બનાવીને તેની હાથે થી દબાવી ને પૂરી જેવું કરી તેમાં પુરણ ભરી લો અને પછી સરખી રીતે કવર કરી લો પછી તેને હળવા હાથે દબાવી ને પૂરી જેવું કરી લો. પછી ધીમા તાપે ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 8
હવે દહીં માં ખાંડ નાખી દો અને બરાબર મિક્સ કરો.હવે એક સર્વિગ પ્લેટમાં કાઢી કચોરી ની વચ્ચે કાણું પાડી તેમાં ગ્રીન ચટણી,મીઠી ચટણી નાખો અને પછી દહીં નાખી દો હવે તેના પર સેવ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (2)