ભરેલાં રીંગણનું શાક (Bharela Ringan Nu Shaak Recipe in Gujarati)

Nigam Thakkar Recipes @cook_17489753
#માઇઇબુક પોસ્ટ16
ભરેલાં રીંગણનું શાક (Bharela Ringan Nu Shaak Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ16
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણનાં ડીંટા કાપીને તેમાં વચ્ચે ઉભા બે કાપા કરો.
- 2
એક મિક્સિંગ બાઉલમાં બેસન, ધાણાજીરૂં, હળદર, મરી પાઉડર, મીઠું, હીંગ, વાટેલા સીંગદાણા, ખાંડ તથા એક મોટી ચમચી તેલ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.
- 3
રીંગણમાં સ્ટફિંગ ભરો. વધારાનું સ્ટફિંગ રહેવા દો.
- 4
એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને હીંગ મૂકી જીરૂં તતડે પછી તેમાં સ્ટફ કરેલાં રીંગણ ઉમેરો. ઢાંકણ ઢાંકીને ઢાંકણ પર પાણી મૂકીને ધીમા તાપે 7-8 મિનિટ પકાવો.
- 5
ત્યારબાદ ઢાંકણ ખોલીને રીંગણને ચમચા વડે ફેરવો. વધારાનું સ્ટફિંગ ઉમેરી ઢાંકણ ઢાંકીને 4 મિનિટ પકાવો.
- 6
ઢાંકણ ખોલીને ભરેલાં રીંગણને મિક્સ કરો. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ ભરેલાં રીંગણનું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172718



ટિપ્પણીઓ (4)