ભરેલાં રીંગણનું શાક (Bharela Ringan Nu Shaak Recipe in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#માઇઇબુક પોસ્ટ16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 150 ગ્રામનાની સાઈઝનાં ગોળ રીંગણ
  2. 2 ચમચીબેસન
  3. 1/2 ચમચીહળદર પાઉડર
  4. 2 ચમચીધાણાજીરું પાઉડર
  5. 2 ચમચીઅધકચરા વાટેલાં સીંગદાણા
  6. 1 ચમચીખાંડ
  7. 1/2 ચમચીલીંબુનો રસ
  8. 1/2 ચમચીમરી પાઉડર
  9. 1/2 ચમચીમીઠું
  10. 1 ચમચીહીંગ
  11. 1/2 ચમચીજીરું
  12. 1/4 કપતેલ
  13. જરૂર પ્રમાણે પાણી
  14. 1 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણનાં ડીંટા કાપીને તેમાં વચ્ચે ઉભા બે કાપા કરો.

  2. 2

    એક મિક્સિંગ બાઉલમાં બેસન, ધાણાજીરૂં, હળદર, મરી પાઉડર, મીઠું, હીંગ, વાટેલા સીંગદાણા, ખાંડ તથા એક મોટી ચમચી તેલ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.

  3. 3

    રીંગણમાં સ્ટફિંગ ભરો. વધારાનું સ્ટફિંગ રહેવા દો.

  4. 4

    એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને હીંગ મૂકી જીરૂં તતડે પછી તેમાં સ્ટફ કરેલાં રીંગણ ઉમેરો. ઢાંકણ ઢાંકીને ઢાંકણ પર પાણી મૂકીને ધીમા તાપે 7-8 મિનિટ પકાવો.

  5. 5

    ત્યારબાદ ઢાંકણ ખોલીને રીંગણને ચમચા વડે ફેરવો. વધારાનું સ્ટફિંગ ઉમેરી ઢાંકણ ઢાંકીને 4 મિનિટ પકાવો.

  6. 6

    ઢાંકણ ખોલીને ભરેલાં રીંગણને મિક્સ કરો. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ ભરેલાં રીંગણનું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes