ઇન્સ્ટન્ટ સુજી બર્ગર (Instant suji burger recipe in gujarati)

ઇન્સ્ટન્ટ સુજી બર્ગર (Instant suji burger recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બર્ગર બનાવવા માટે સોજી માં છાશ નાખી દો. અને 1/2કલાક તેને રહેવા દો. ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું અને સાજીના ફૂલ નાખી ને સરખી રીતે મિક્સ કરી લો અને વાટકામાં તેલ લગાવીને એક ચમચો જેટલું ખીરૂં નાખીને તેને સ્ટીમ થવા દો.
- 2
ત્યારબાદ તેને વચ્ચેથી કાપી લો. બટાટાના મસાલા માટેની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 3
એક કડાઈમાં ૨ થી ૩ ચમચી જેટલું તેલ મૂકો ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, ચણાની દાળ નાખો. સરખી રીતે મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં ડુંગળી નાખો અને બધા મસાલા નાખીને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બાફેલા બટેટાનો છૂંદો નાખીને મસાલો તૈયાર કરો અને ઠંડુ થવા દો.
- 4
હવે આપણે બર્ગર ને એસેમ્બલ કરવાના છે. તેના માટે આપણે એક ભાગ ઉપર બંને સોસ લગાવીશું.
- 5
ત્યારબાદ તેને ઉપર બટેટાના મસાલો, ટામેટા ની સ્લાઈસ, ડુંગળી ની સ્લાઈસ મૂકો. ત્યારબાદ તેની ઉપર ચીઝ ખમણી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.
- 6
બીજો ભાગ તેની ઉપર મૂકીને બટર અથવા તેલ થી શેકી લો. અને ફરીથી તેની ઉપર ચીઝ ખમણી ને તેને સર્વ કરો.તૈયાર છે આપણા ગરમાગરમ અને ઇન્સ્ટન્ટ બર્ગર.
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ