રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામ્બા અને સાબુદાણા ને મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો. પછી તેમાં રાજગરાનો લોટ અને શિંગોડાનો લોટ નાખી મીઠું અને તેલનું મોણ નાખી તેનો લોટ બાંધી લો
- 2
થોડીવાર તેને રેસ્ટ આપી દો. પછી તેની એક મોટી રોટલી વણી લો
- 3
પછી એક નાની વાટકી વડે તેને ગોળ ગોળ કાપી લો
- 4
એક લોયામાં તેલ ગરમ કરી બધી પૂરી ને તળી લો
- 5
ફુદીનો કોથમીર અને લાલ મરચું ને મિક્સરમાં ક્રશ કરી લેવી
- 6
પછી તેમાં જરૂર મુજબ પાણી નાખો પછી તેમાં સંચળ પાઉડર અને લીંબુ અને થોડું મીઠું નાખી બધું બરાબર મિક્સ હલાવી લો
- 7
પછી પાણીને ગાળી લો. એક લોયામાં સિંગદાણા ને બાફી લો
- 8
એક થાળીમાં બાફેલા બટેટાને છૂંદો કરી તેમાં દાડમના દાણા કોથમીર બાફેલા સિંગદાણા ચાટ મસાલો અને મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી લો
- 9
હવે પુરીમાં વચ્ચે કાણું પાડી તેમાં સ્ટફિંગ ભરી લો પછી ફુદીનાનું પાણી એક વાટકીમાં લઈ તેને એક ડીશમાં મૂકી સર્વ કરો
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (27)