પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)

#NoOvenBaking
કુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.
શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
બેઝ બનાવા માટે: લોટ માં બધા સૂકા ઘટકો અને તેલ નાખી સરખી રીતે ભેળવી,દહીં થી રોટલી જેવો લોટ બાંધી લો અને ઢાંકી ને 10-15 મિનિટ રાખી દો.
- 2
કુકર માં મીઠું નાખી, એક રિંગ કે સ્ટેન્ડ રાખી,સીટી વિના ઢાંકણ બન્ધ કરી, 8-10 મિનિટ માટે મધ્યમ આંચ પર પ્રી હિટ કરો.
- 3
લોટ ને થોડો કુનવી ને 3 ભાગ કરો. એક ભાગ લઇ, વણો અને ફોર્ક થી પ્રિક કરો અને ગરમ થયેલા કુકર માં પ્લેટ મૂકી તેમાં આ વણેલો બેઝ રાખો.
- 4
હવે ઢાંકણ ઢાંકી ને ધીમી આંચ પર 10 મિનિટ માટે કૂક કરો.
- 5
હવે એક તવી ને ધીમી આંચ પર ગરમ મુકો. પેહલા આપણે માર્ગરીટા પિઝા બનાવસુ. તો એક બેઝ પર પિઝા સોસ સ્પ્રેડ કરો. બન્ને ચીઝ પાથરો. તવી પર થોડું તેલ ચોપડી, આ પિઝા રાખો અને ઢાંકણ ઢાકો અને 2-3 મિનિટ ચીઝ ઓગળે ત્યાં સુધી રાખો પછી ઢાંકણ ખોલી ને કૂક થવા દો. બધા સિઝનિંગ છાંટી ને ગરમ પીરસો.
- 6
પનીર કોર્ન પિઝા માટે, બેઝ પર પિઝા સોસ લગાવો, પનીર, મકાઈ,સિમલા મરચાં નાખો. બન્ને ચીઝ નાખો અને ઉપર મુજબ કૂક કરો. માર્ચ ની સ્લાઈસ પણ નાખો. સિઝનિંગ નાખી પીરસો.
- 7
ઇટાલિયન પિઝા માટે, બેઝ પર સોસ સ્પ્રેડ કરી, ડુંગળી અને સિમલા મરચાં નાખો. બન્ને ચીઝ નાખો. લાલ મરચાં ની સ્લાઈસ મુકો અને કૂક કરો. સિઝનિંગ છાંટી ને ગરમ પીરસો.
- 8
તમે તમારી પસંદ મુજબ ના ટોપીંગ્સ નાખી શકો છો. ચીઝ પણ તમારી પસંદ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે વધુ ઓછું નાખી શકો. મે માપસર જ નાખ્યું છે.
- 9
વિવિધ પિઝા નો આનંદ ઉઠાવો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (17)