વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)

આજ ના સમય માં ફાસ્ટ ફૂડ એ ખૂબ જ બાળકો ને નાના મોટા સૌ માં પ્રિય ફૂડ બનતું જઈ રહ્યું છે અને અમાં પણ અલગ અલગ અને નવું પ્રકાર નું ફૂડ એ ખૂબ જ વધુ મહત્વ પામે છે આવી જ એક
ડોમિનોસ સ્ટાઇલ એક વેજ જીંગિ પાર્સલ નામ સ્ટાર્ટર એ ખૂબ જ ફેવરીટ બનતું ગયું છે અને બનાવમાં પણ એકદમ ફટાફટ અને સેહલું છે જેની આજે હું રેસીપી લઈ ને આવ્યો છું.
વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
આજ ના સમય માં ફાસ્ટ ફૂડ એ ખૂબ જ બાળકો ને નાના મોટા સૌ માં પ્રિય ફૂડ બનતું જઈ રહ્યું છે અને અમાં પણ અલગ અલગ અને નવું પ્રકાર નું ફૂડ એ ખૂબ જ વધુ મહત્વ પામે છે આવી જ એક
ડોમિનોસ સ્ટાઇલ એક વેજ જીંગિ પાર્સલ નામ સ્ટાર્ટર એ ખૂબ જ ફેવરીટ બનતું ગયું છે અને બનાવમાં પણ એકદમ ફટાફટ અને સેહલું છે જેની આજે હું રેસીપી લઈ ને આવ્યો છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ ના ૫૦૦ ગ્રામ મેદો લઈ ને તેમાં બ્રેડ પાઉડર.યીસ્ત. પ્રિમીક્સ.અને ઓઇલ નાખીને બધું બરાબર મિક્સ કરવું.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને એક સોફ્ટ લોટ બાંધી લેવો.
- 3
હવે તેને ૧ કલાક માટે આરામ આપવો અને કોટન નું કપડાં થી ઢાંકી ને રાખવુ. જેથી યીસ્ત બરાબર લોટ માં ફેલાય જઈ અને લોટ પણ ફૂલીને વધી જસે. તમે જોઈ સકો છો લોટ કેવો સારી રીત ના ફૂલી ગયો છે ને એકદમ સોફ્ટ પણ છે.
- 4
હવે એક પેન મા ઓઈલ અને બટર લઈ ને તેમાં લસણ નાખીને સોતે કરવું.
- 5
હવે તેમાં રેડ ચીલી પાઉડર.ગરમ મસાલો.હળદર. કસ્તુરી મેથી અને હરીશા માયો. તથા માયો એડ કરવું અને બધું બરાબર મિક્સ કરવું.
- 6
હવે તેમાં વેજિટેબલ નાખીને તેમાં બરાબર મિક્સ કરવું સાથે પનીર એડ કરવું અને મિક્સ કરવું. હવે આપનું મિક્ચર રેડી થઈ ગયું છે તેને એક બોલ માં કાઢીને રાખવું.
- 7
હવે આપડે જેટલું મોટું પાર્સલ બનાવવુ હોઈ એ રીતે ગુલ્લુ બનાઇ ને લેવું મે અહીંયા ૬૦ ગ્રામ નું માપ લીધું ને બનાવ્યું છે. તેને હાથ ની મદદ થી ગોળ ફેરવી સરખું કરવું. તમે ના ફાવે તો વેલણ પણ ઉપયોગ કરી સકો છો.
- 8
હવે તેને એક સાઈડ થી બરાબર વરી લેવું.અને બધી બાજુ એકસરખી રીતે વરી લેવું અને ત્રિકોણ આકાર આપવો.
- 9
હવે તેની ઉપર બટર ગર્લિક્ પેસ્ટ સ્પ્રેડ કરી દેવી.
- 10
હવે તેની ઉપર રેડી કરેલ મિક્ચર સ્પ્રેડ કરવું અને માપ માં જ લેવું જેથી બધું મીકસર બહાર ના પડી જઈ.
- 11
હવે તેની ઉપર થી બધી બાજુ કસ્તુરી મેથી ઉપર થી સ્પ્રેડ કરવી જેથી લોટ મા પણ તેનો સ્વાદ આવી જઈ.
- 12
હવે તેની એક સાઈડ ની ઍજ પકડીને એ રીતે બધી સાઈડ એક સાથે મિક્સ કરવી અને તેને ઉપર થી વાળીને અંદર દબાવી દેવી જેથી બેક થતી વખતે તૂટી ના જઈ.
- 13
હવે તેની ઉપર ની સાઈડ મા પણ કસ્તુરી મેથી સ્પ્રેડ કરી દેવી.
- 14
હવે તેને પ્રી હિટ કરેલા ઓવન માં ૧૨ થી ૧૪ મિનિટ માટે બેક કરવું. તમે તમારા ઓવણ પ્રમાણે સેટ કરી સકો છો તાપમાન.
- 15
હવે રેડી છે આપનું વેજ પાર્સલ તેને ગરમ ગરમ કેચઅપ સાથે સર્વ કરવું.
- 16
Top Search in
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (112)