પનીર ટિક્કા પિત્ઝા
રાંધવાની સૂચનાઓ
- 1
તૈયાર પિત્ઝા બેઝ લઈ એને બંને સાઈડ બટર કે ઘી થી સેકી લેવા
- 2
એક બાઉલ માં મોળુ દહીં લઈ એમાં ધાણજીરૂ, મરચું પાઉડર, મીઠું, હળદર, ગરમ મસાલો નાખી મિક્સ કરી લેવું.
- 3
હવે એમાં નાના ટુકડા કરેલા પનીર નાખી બરાબર હલાવી લેવું અને દહીંનું કોટિંગ કરી લેવું પછી એને ૩૦ મિનીટ રાખી મૂકવું.
- 4
પિત્ઝા બનાવતી વખતે એમાં પિત્ઝા સોસ લગાવી થોડા વેજ. પાથરી પનીર ના ટુકડા મૂકવા (પસંદગી મુજબ) અને બંને ચીઝ પાથરી પિત્ઝા તૈયાર કરી લેવા.
- 5
હવે એને ગેસ પર તવી મૂકી એના પર સ્ટેન્ડ મૂકી એના પર પિત્ઝા રાખી એને કોઈ પણ વાસણ થી ઢાંકી દહીં ૫ મિનીટ ધીમા ગેસ પર ચડવા દેવું. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવું.
- 6
પિત્ઝા થઈ જાય એટલે ગરમા ગરમ સર્વ કરો.
- 7
હોમમેડ પિત્ઝા સોસ ની રેસિપી મે અગાઉ પોસ્ટ કરેલી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13302744





ટિપ્પણીઓ