રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની મોગર દાળ અને ચણાની દાળને ગરમ પાણીએ ત્રણથી ચાર વાર ધોવો ત્યારબાદ તેને પાંચથી છ સીટી વગાડો
- 2
ત્યારબાદ મટર ગાજર કેપ્સીકમ ને એક વાસણમાં લઈ અને ધોઈ અને એક કડાઈમાં ૨ ચમચા તેલ 2 ચમચી જીરૂં ૨ ચમચી ઘી લાલ સુકા મરચા તમાલપત્ર લવિંગ નાખી અને વધારીને 10 15 મિનિટ ચડવા દો
- 3
ત્યારબાદ તેમાં મીઠું મરચું ધાણાજીરું ગરમ મસાલો હળદર લીમડો બધું નાખી અને એકદમ ચડવા દો ત્યારબાદ તેમાં દાળ મિક્સ કરી દો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખો
- 4
દાળ સરખી રીતે ચડી જાય ત્યારબાદ તેના ઉપર ફરી ઘી હિંગ અને બધા મસાલા નો વઘાર કરો અને ત્યારબાદ તેને સર્વ કરો અને કોથમીરથી ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13330137










ટિપ્પણીઓ