રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati)

રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણાને ધોઈને સાફ પાણીથી ધોઈને 4 કલાક માટે પલાળી દો. 4 કલાક પછી કૂકર માં વટાણા લઈ થોડું મીઠું ઉમેરી 4 સિટી આવે ત્યાં સુધી પકવી લો. બટાકા પણ બાફી લો. ઠંડા કરી છાલ ઉતારી લો.
- 2
હવે લોટ બાંધી લેવાનો એના માટે એક બાઉલ માં મેંદો ચાળીને લઈ લો તેમાં મોણ,મીઠું અને અજમો ઉમેરી પાણી વડે લોટ બાંધી લો. લોટ ને 20 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દો.
- 3
લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી બટાકા નો મસાલો તૈયાર કરી લેવાનો અને ચટણી બનાવી લેવાની.
- 4
એક બાઉલ માં બાફેલા બટાકા લઈ તેને હાથ વડે મેસ કરી લો તેમાં બાફેલા અડધા વટાણા ઉમેરી લો. હવે આમાં મસાલા ઉમેરી લો મીઠું,ધાણા પાઉડર,હળદર,ગરમ મસાલો,લાલ મરચું, લીલાં ધાણા,લીલું મરચું,લીંબુ નોબ્રદ, મરી અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો.
- 5
તૈયાર છે બટાકા વટાણા નો મસાલો. આમાંથી 2 મોટી ચમચી મસાલો સાઇડ માં કરી લો જેને આપડે રગડા માં વાપરવાનો છે.
- 6
હવે બંને ચટણી બનાવી લેવાની
લાલ ચટણી માટે સૂકા મરચાં ગરમ પાણી માં 5 મિનિટ માટે પલાળી ને લીધા છે. મિક્સર જાર માં પલાળેલા મરચાં,લસણ ની કડી,તલ,મીઠું અને થોડું પાણી(મરચાં પલાળેલુ પાણી) ઉમેરી પીસી લો. તૈયાર છે લાલ ચટણી. - 7
હવે પેન માં થોડું તેલ ઉમેરી આ પીસેલી ચટણી નાખી ચટણી ને થોડી શેકી લો જેથી લસણ નો કાચો ટેસ્ટ ના આવે. ચટણી માં કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરવું.
- 8
લીલી ચટણી માટે મિક્સર જાર માં એક મુઠ્ઠી લીલાં ધાણા, સિંગદાણા, લીંબુ નો રસ, એક મરચું, આદું, પુદીના પાઉડર,બરફના ટુકડા,મીઠું અને પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો. તૈયાર છે લીલી ચટણી.
- 9
હવે લોટને ફરી મસળી લો તેમાંથી નાના નાના લુવા તૈયાર કરી લો. એક લૂવો લઈ પાતળી રોટલી વણી લો. હવે ઘૂઘરા ના સાંચા માં રોટલી મૂકી 1 ચમચી જેટલું બટાકાં વટાણા નો માવો મૂકી બંધ કરી વાળી લો. તૈયાર છે ઘૂઘરા. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી લો.
- 10
- 11
- 12
હવે ઘૂઘરા તળી લેવાના. એક કઢાઈ માં તેલ મૂકી ગરમ કરી લો આંચ ને મિડિયમ પર રાખવી. તેલ ગરમ થાય પછી તેમાં ઘૂઘરા ઉમેરી બંને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાના. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી લેવાના.
- 13
- 14
હવે રગડો બનાવી લેવાનો એના માટે બટાકાનો સાઈડમાં કરેલો મસાલો અને બાફેલા વટાણા બંને મિક્સ કરી લો. હવે કઢાઈ માં તેલ ઉમેરી તેમાં કાપેલું ટામેટું નાખી તરત ઉપર મીઠું ઉમેરી દેવાનું.
- 15
ટામેટું ગળી જાય પછી તેમાં મસાલો કરી દેવાનો હળદર,મરચું(કાશ્મીરી), ગરમ મસાલો અને ધાણા પાઉડર ઉમેરી લો. (બટાકા ના મસાલામાં બધા માળા ઉમેરલા જ છે એટલે વધારે મસાલા ઉમેરવાની જરૂર નથી)
મસાલા થોડાં શેકાય પછી તેમાં બટાકા વટાણાનો માવી ઉમેરી લો થોડું પાણી નાખી ઉકળવા દો. છેલ્લે લીલાં ધાણા ઉમેરી ગેસ બંધ કરી લો. તૈયાર છે રગડો. - 16
હવે આને સર્વ કરીશું.એક પ્લેટમાં નીચે રગડો લઈ લો તેમાં 2 ઘૂઘરા તોડીને નાખો તેના પર લાલ અને લીલી ચટણી નાખી દો. ઉપર થોડા લીલાં ધાણા ઉમેરી ગાર્નિશ કરી લો. તૈયાર છે રગડા ઘૂઘરા.
(સર્વ માટે તમે તમારું મનગમતું કય પણ નાખી શકો. જેમ કે ઝીણી સેવ.મસાલા શીંગ,ખજૂર આંબલી ની ચટણી.) - 17
Keywords
Similar Recipes
More Recipes



















































ટિપ્પણીઓ (10)