સાતમ થાળ (satam thaal recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1.તીખા ગાઠીયા બનાવવા માટે સૌપ્રથમ આપણે 250 ગ્રામ ચણાનો લોટ લેશું એક નાના પેનમાં આપણે થોડું તેલ લઈને તેમાં બે ચમચી લાલ મરચું પાઉડર મીઠું અને અજમો મિક્સ કરશો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી થોડું ગરમ કરવું ત્યાર પછી આપણે ચણાના લોટમાં એ પાણીનું મિશ્રણ મિક્સ કરશો ત્યાર પછી આપણે ચણાના લોટને ઘઉંના લોટની જેમ બાંધી લેશો લોટ બંધાઈ ગયા પછી થોડું તેલ લગાવી બેથી ત્રણ મિનિટ રહેવા દેવું ત્યાર પછી એક કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા મૂકવું બાંધેલા ચણાના લોટને ગાંઠિયાના મશીનમાં ભરીને તેલમાં તરત જ તળી લેવા ગાંઠીયા રેડી
- 2
2. ક્રિસ્પી પૂરી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં ચણાનો લોટ મેંદાનો લોટ રવો મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશુ ત્યાર પછી જીરુ અને હિંગનો વઘાર કરી ને લોટમાં મિક્સ કરશો પછી આપણે સોફ લોટ બાંધી લેશો લોટ બની ગયા પછી તેને આપણે કપડામાં વીંટીને 15 મિનિટ રાખીશું તેથી આપણી પૂરી નો લોટ નરમ થઈ જશે અને પૂરી ક્રિસ્પી બનશે 15 મિનિટ થઈ ગયા પછી લોટને ફરીવાર વ્યવસ્થિત મિક્સ કરી નાના લુવા પાડી પૂરી વણી લેશો ત્યારબાદ પૂરીને ધીમી આંચ પર તળી લેવી પૂરી લાઈટ બદામી થાય ત્યાં સુધી તળવી ક્રિસ્પી પૂરી તૈયાર
- 3
3.સેઝવાન મમરા બનાવવા માટે સૌપ્રથમ આપણે તેલમાં મમરા ને થોડા શેકી લેશો ત્યાર પછી 50 ગ્રામ મકાઈના પૌવા અને ૫૦ ગ્રામ ચોખા પૌવા અને 100ગ્રામ સીંગદાણા વધુ એક કડાઈમાં તેલ લઈ આપણે તળી લેશો તળાઈ ગયા પછી બધું ઠંડુ થવા દેવું ત્યાર પછી તેમાં સેવ અને સીઝવાન મસાલો મિક્સ કરી બધી વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લેશો આ રીતે તમારા સેઝવાન મમરા રેડી થઈ જશે
- 4
4. ચુરમાના લાડુ બનાવવા માટે સૌપ્રથમ આપણે 500 ગ્રામ ઘઉંના કર કરો લોટ ને ચાળી લેશો પછી ઘઉંના કરકરા લોટ ને થોડા નવશેકા પાણીથી લોટ બાંધી લઈશું ત્યાર પછી તેના મુઠીયા વાળી લેશું એક કડાઈમાં તેલ લઈ તે મુઠીયા બદામી રંગ ના થાય ત્યાં સુધી તળી લેશો ત્યાર પછી મુઠીયા ઠંડા થાય એટલે મિક્સરમાં ક્રશ કરી એક ચારણીમાં તેને ચાળી લેશો ત્યારબાદ એક કડાઈમાં ૨ થી ૩ ચમચી ઘી લઈ તેમાં ૫૦૦ ગ્રામ ચણાનો લોટ નાખી ચણાનો લોટ શેકી લેશો
- 5
શેકેલા ચણાના લોટને ઘઉંના કરકરા લોટ માં મિક્સ કરશો ત્યાર પછી ૨૦૦ ગ્રામ ખાંડ ને આપણે દળી લેશો દળેલી ખાંડ અને તેમાં મિક્સ કરી શું ત્યાર પછી તેમાં ઈલાયચી જાયફળ પાઉડર અને ડ્રાયફ્રૂટ સ્વાદ અનુસાર મિક્સ કરશો બધું મિક્સ થઈ ગયા પછી મિડિયમ સાઈઝના આપણે લાડુ વાળી શું ત્યારબાદ આપણે તેમાં ખસખસ લગાવીશું આ રીતે આપણા ચુરમાના લાડુ તૈયાર
- 6
5.સ્વીટ પૂરી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક નાની કડાઈમાં ૧ ગ્લાસ પાણી ગરમ કરી તેમાં ૩ ચમચી ગોળ ઉમેરી શું ગોળ ના પાણી ને થોડું ઉકળવા દેશો ઉકાળેલા પાણીમાં બે ચમચી ઘી નાખી ઠંડુ થવા દઈશું ત્યાર પછી મિશ્રણના પાણીથી આપણે ઘઉંના લોટને બાંધી લેશું લોટ બંધાયા ગયા પછી તેના નાના લુવા બનાવી પૂરી બનાવીશું ત્યાર પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી પૂરી તળી લેશો આ રીતે આપણી ગરમાગરમ સ્વીટ પૂરી તૈયાર
- 7
6. દુધીનો હલવો બનાવવા માટે સૌપ્રથમ આપણે ૨ નંગ મોટી દુધી લેશો દૂધીની છાલ ઉતારી તેને ઝીણી ખમણી લેશો ત્યાર પછી એક કડાઈમાં દૂધી ના છીણ અને 500 એમએલ દૂધને મિક્સ કરી ઉકાળી શું આ મિશ્રણને 20 મિનિટ ઉકાળ્યા પછી તેમાં 50 ગ્રામ ખાંડ મિક્સ કરશો આ બધું મિશ્રણ ડ્રાય થઇ જાય પછી તેમાં 50 ગ્રામ ઘી ઉમેરી પાંચ મિનિટ હલાવી શું ત્યાર પછી તેમાં જાયફળ ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ મિક્સ કરીશું મેં અહીંયા માવા વગર નો દુધીનો હલવો બનાવ્યો છે તમે માવો નાંખી શકો છો આ રીતે આપણો દુધીનો ગરમાગરમ હલવો તૈયાર છે
- 8
7.ઘઉં ના લોટ ના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ આપણે બે વાટકી ઘઉંનો લોટ લઈશું તેમાં ૨ ચમચી તેલ નાખીશું ત્યારબાદ ઘઉંના લોટને પાણીથી રોટલીના લોટ જેવું બાંધી લેશું લોટ બંધાઈ ગયા પછી આપણે એક ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકી દો ત્યાર પછી લોટના નાના લૂઆ વાળી રોટલી બનાવી તેના ઉપર તે લગાવી ત્રિકોણ સેપ આપશો ત્યાર પછી ઢોકળાને ઢોકળીયામાં મૂકી 15 મિનિટ વરાળ આપો આ રીતે આપણા ગરમા ગરમ ઘઉં ના લોટ ના ઢોકળા તૈયાર
- 9
8.ચોળાફળી બનાવવા માટે સૌપ્રથમ આપણે 300ગ્રામ ચણાનો લોટ અને ૧૦૦ગ્રામ અડદનો લોટ મિક્સ કરી શું તેમા એક ચમચી બેકિંગ પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર નાખી મિક્સ કરી શું આ મિશ્રણને રોટલીના લોટ જેવું બાંધી લઈશું ત્યાર પછી આ લોટને એક કપડાં કે પ્લાસ્ટિકની થેલીમાં 20મિનિટ રહેવા દેશો 20મિનિટ થયા પછી તેના નાના લૂઆ વાળી પાપડ જેવી રોટલી વણી લો ત્યાર પછી દસ મિનિટ સુકાવા દો સુકાઈ ગયા પછી એક કડાઈમાં તેલ લઇ તેનું કટિંગ કરી કડાઈમાં તેલ લઇ ચોળાફળી તળી લેવી
- 10
ત્યાર પછી તળાઈ ગયા બાદ તેમાં એક ચમચી લાલ મરચું અને આમચૂર પાઉડર મિક્સ કરવો આ રીતે આપણી ચોળાફળી તૈયાર થઈ જશે
- 11
9. શકરપારા બનાવવા માટે સૌ પ્રથમ આપણે ૨૫૦ ગ્રામ મેંદા નો લોટ લઈશું ત્યારબાદ આપણી ખાંડની ચાસણી બનાવશો ખાંડની ચાસણી બનાવવા માટે 100 ગ્રામ ખાંડ અને એક ગ્લાસ પાણી મિક્સ કરી પાંચ મિનિટ ઉકાળી શું આ રીતે આપણી ખાંડની ચાસણી તૈયાર ચાસણીને દસ મિનિટ ઠંડી થવા દહીં મેંદાના લોટમાં મિક્સ કરીશું મિક્સ કરી રોટલીના લોટ જેવું લોટ બાંધી શું ત્યારબાદ રોટલી વણી તેના ચોસલા પાડી શું એક કડાઈમાં તેલ લઇ ચોસલા તળી લેશો આ રીતે આપણા શક્કરપારા તૈયાર
- 12
10. ચેવડો બનાવવા માટે સૌપ્રથમ આપણે 100ગ્રામ ચોખા ના પૌવા 50 ગ્રામ સિંગદાણા અને બટેટાની વેફર તળી લેશો તેમાં લીમડાનો વઘાર કરીશું ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર નાખીશું આ રીતે ચેવડો તૈયાર છે
- 13
11.થેપલા બનાવવા માટે સૌપ્રથમ આપણે બે વાટકી ઘઉંનો લોટ 1/2વાટકી ચણાનો લોટ ૨ ચમચી તેલ આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું હળદર લાલ મરચું પાઉડર તથા તેમાં સુખી કે લીલી મેથી મિક્સ કરશો રોટલીના લોટ જેવો લોટ બાંધી લઈશું ત્યારબાદ તવી પર થોડું તેલ નાખી થેપલા શેકી લેશો આ રીતે આપણા ગરમાગરમ થેપલા તૈયાર છે થેપલા ને તમે દહીં સબ્જી આચાર બધાની સાથે પીરસી શકો છો
- 14
12. ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક નોનસ્ટીક પેન લેશો તેમાં તેમાં દૂધ અને ઘી બરાબર મિક્સ કરી શકો ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર મિક્સ કરી શું બધા મિશ્રણને સતત હલાવતા રહો પાંચથી સાત મિનિટ હલાવ્યા બાદ મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જશે ગાંઠા ન રહે ત્યારબાદ મિશ્રણ ને પાંચ મિનિટ ઠંડુ થવા દેવું વધારે ઠંડુ ન થઇ જાય તેનું પણ ધ્યાન રાખો ત્યારબાદ આપણે ચાસણી બનાવી શું તેમાં આપણે પાણી અને ખાંડ કેસર મિક્સ કરી હલાવી શું એક તારી ચાસણી થાય ત્યાં સુધી હલાવી શું આપણી ચાસણી તૈયાર છે
- 15
ત્યારબાદ ગુલાબ જાંબુ ના બનાવેલા માવામાં આપણે ચાર ચમચી મેંદાનો લોટ અને બેકિંગ પાઉડર મિક્સ કરીશું ત્યારબાદ તેને એકદમ સોફ્ટ લોટ ની જેમ બાંધી લઈશું ત્યારબાદ તેના લુઆ કરી ગોળ ગુલાબજાંબુ બનાવી દઈશું ગુલાબનો બનાવતી વખતે ખાસ ધ્યાન રાખો તેમાં તિરાડો ન રહે જેથી કરી આપણી ગુલાબ જામુન ફાટી ન જાય આ રીતે તૈયાર થઈ ગયા પછી આપણે ગુલાબ જાંબુ અને તેલમાં તળી લેઈશુ તળાઈ ગયા પછી ચાસણીમાં ડીપ થાય એ રીતે આપણે ગુલાબ જામુ રાખીશું આ રીતે આપણા ગુલાબ જામુન તૈયાર
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (5)