નો ઓવન વ્હીટ ચોકલેટ કેક(no oven wheat chocolate cake recipe in gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ત્રીજી રેસીપી રિક્રિએટ કરી છે.

ઘઉં ના લોટ માંથી બનેલી, કોફીની થોડી ફ્લેવર વાળી મસ્ત ટેસ્ટી બની છે. બનાવવામાં પણ બહુ મજા આવી. ઉપરથી ગનાશ લગાવીને કેક દેખાવ અને સ્વાદ માં ઓર વધારે મસ્ત લાગે છે.

#NoOvenBaking
#રેસીપી૩

નો ઓવન વ્હીટ ચોકલેટ કેક(no oven wheat chocolate cake recipe in gujarati)

અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ત્રીજી રેસીપી રિક્રિએટ કરી છે.

ઘઉં ના લોટ માંથી બનેલી, કોફીની થોડી ફ્લેવર વાળી મસ્ત ટેસ્ટી બની છે. બનાવવામાં પણ બહુ મજા આવી. ઉપરથી ગનાશ લગાવીને કેક દેખાવ અને સ્વાદ માં ઓર વધારે મસ્ત લાગે છે.

#NoOvenBaking
#રેસીપી૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. ૩/૪ કપ ઘઉંનો લોટ
  2. ૨ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  3. ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  4. ૧/૪ ટીસ્પૂનબેકિંગ સોડા
  5. ચપટીમીઠું
  6. ૧/૨ કપકેસ્ટર ખાંડ અથવા ૧૦૦ ગ્રામ આખી ખાંડ દળીને લેવી
  7. (ભીની સામગ્રી)
  8. ૧/૨ કપદૂધ
  9. ૩ ટેબલ સ્પૂનસ્વાદ,સુગંધ વગરનું તેલ
  10. ૨ ટીસ્પૂનવિનેગર
  11. ૧ ટીસ્પૂનઇન્સ્ટન્ટ કોફી પાઉડર
  12. ૧ ટીસ્પૂનવેનીલા એસેન્સ
  13. (સજાવવા માટે)
  14. ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  15. ૫૦ મિલી ફ્રેશ ક્રીમ
  16. ૩-૪ ટેબલ ચમચી વ્હીપ્ડ ક્રિમ
  17. ૬-૭ ચેરી
  18. થોડાફુદીનાના પાન
  19. થોડો કોકો પાઉડર ઉપરથી છાંટવા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું મિક્સ કરી ચાળીને લો. તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    ગેસ ઓવન બનાવવા માટે, એક મોટી કઢાઇમાં ૫૦૦ ગ્રામ મીઠું લઇ એક સ્ટેન્ડ મૂકો. અને કઢાઇ ને ઢાંકીને ૫-૭ મિનિટ માટે ફાસ્ટ ગેસ પર ગરમ થવા મૂકો.

  3. 3

    બીજા એક બાઉલમાં દૂધ, ઇન્સ્ટન્ટ કૉફી પાઉડર, વેનીલા એસેન્સ, તેલ અને વિનેગર મિક્સ કરો. તેમાં લોટવાળું મિશ્રણ ઉમેરી હલાવી મિક્સ કરી લો. વધારે ફીણવું નહીં.

  4. 4

    હવે કેક મોલ્ડ ને બટરથી ગ્રીઝ કરી તેમાં બનાવેલું કેક મિશ્રણ ઉમેરો. સહેજ પછાડી સેટ કરી, મોલ્ડ ને ગેસ ઓવનમાં ગોઠવી દો. ઓવનને ઢાંકી મિડિયમ તાપે ૩૦ થી ૩૫ મિનિટ માટે બેક થવા દો. સળી નાખી ચેક કરવું કેક બની ગઇ છે એ માટે. બની જાય એટલે ઉપર દૂધનું બ્રશિંગ કરી દેવું.

  5. 5

    હવે ફ્રેશ ક્રીમ ને ગરમ કરી ચોકલેટ નાં ટુકડા પર રેડવું. બરાબર હલાવવું. ચોકલેટ ઓગળીને ગનાશ બનશે. આ ગનાશને કેક પર ચોતરફ સરખું લગાવવું. ઉપર કોકો પાઉડર છાંટવો. હવે થોડા ગનાશમાં વ્હીપ્ડ ક્રિમ ઉમેરી, તેને સ્ટાર નોઝલ વાળી પાઇપીંગ બેગમાં ભરી, કેક પર સુંદર સ્ટાર બનાવવા. ફુદીનાના પાનથી શણગારવું. કેક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes