મગસ (Magas Recipe In Gujarati)

#GC
ચણાનો લોટ મારો ફેવરિટ એટલે ચણાના લોટની તમામ વાનગીઓ મને ખૂબ જ ભાવે એમાં પણ જ્યારે ગણપતિને ભોગ લગાવવા ની વાત થઈ ત્યારે મને થયું કે બધા મોદક ધરાવે છે તો આપણે તો ચણાના લોટનું કંઇક બનાવીને ભગવાનને ધરાવશું કારણ કે ભગવાન પણ બધાના ઘરે મોદક ખાઈને કંટાળી ગયા હશે ને!મારા સાસુ મા પાસેથી બનાવતા શીખી છું.તેઓ ખૂબ જ સરસ બનાવતા જોઈને હું પણ શીખી ગઈ છું.

રાંધવાની સૂચનાઓ
- 1
લોટને ચાળી લો દૂધ ગરમ કરી તેમાં બે ચમચી ઘી ઉમેરી ઘી ઓગળે એટલે નીચે ઉતારી અને લોટ પર ફરતો રેડી દો. હવે હાથેથી ખૂબ જ મિક્સ કરો જેથી કીધું છે તે લોટમાં બરાબર પડી જાય બંને હાથથી ઘસીને સરખું મિક્ષ કરો. તને 15 મિનિટ વેસ્ટ આપો ત્યારબાદ એક લોયામાં ઘી ગરમ મૂકો. એ ગરમ થાય ત્યાં સુધીમાં ધાબાવાળા લોટને આપણે ચારણા ની મદદથી ચાલી લેવાનો છે.
- 2
હવે ઘી માં અંદર લોટ ઉમેરી ધીમે ધીમે શેકતા જવાનું છે
- 3
મધ્યમ આંચ પર શેકવાનું ગોલ્ડન બ્રાઉન કલર થાય અને તેમાંથી ખુબ જ સરસ લોટ શેકવાની સુગંધ આવે એટલે આપણો લોટ શેકાઈ ગયો છે.
- 4
લોટ શેકાતો જશે તેમ ફુલતો જશે અમારા ઘરમાં બધાને આકરું ખાવાની ટેવ હોવાથી થોડો વધારે શેકેલો છે જેમ લોટ શકાશે તેમ ખૂબ જ સરસ તેનો સ્વાદ ખાતી વખતે આવશે
- 5
હવે તેને થોડીવાર ઠરવા દો. નવસેકું થઈ જાય ત્યારબાદ તેને તેમાં દળેલી ખાંડ અને ઇલાયચી પાઉડર મિક્સ કરી ખૂબ જ હલાવો તવીથા ની મદદથી ખુબ જ સરસ રીતે હલાવો જેથી લોટ અને ખાંડ બરાબર મિક્સ થઈ જાય.
- 6
હવે મગજના-લાડુ હાથેથી વાળીને થાળીમાં થોડા છુટા છુટા રાખતા જાવ અને ઉપર ખસખસ લગાવી દો તૈયાર છે આપણા મગજના લાડુ!
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ