ભરેલા રીંગણા બટેટા નુ શાક(rigan saak recipe in gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

રીંગણા બટેટા નુ શાક બધા ના ઘર માં બનાવવા માં આવે છે બધા જુદીજુદી રીતે બનાવતા હોય છે હું મારી રેસીપી સેર કરું છું

ભરેલા રીંગણા બટેટા નુ શાક(rigan saak recipe in gujarati)

રીંગણા બટેટા નુ શાક બધા ના ઘર માં બનાવવા માં આવે છે બધા જુદીજુદી રીતે બનાવતા હોય છે હું મારી રેસીપી સેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૫વ્યકિત માટે
  1. નાની સાઈજ ના રીંગણા
  2. મીડિયમ બટેટા
  3. ૧/૩ કપચણાનો ઝીણો લોટ
  4. ૧/૪ કપમગફળી નો ભુકો
  5. ૮કળી લસણ
  6. ૧/૨લસણ ની પેસ્ટ
  7. ૧/૨ ચમચીઆદુ ની પેસ્ટ
  8. ડુંગળી સમારેલી
  9. ટમેટુ સમારેલુ
  10. ૨ચમચી કોથમીર
  11. મીઠા લીમડાનાં પાન ૮ થી ૧૦
  12. ચપટીહિંગ
  13. ૧ ચમચીલાલ મરચુ પાઉડર તીખાશ મુજબ
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૨ચમચી ધાણાજીરું પાઉડર
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૨ ચમચીમસાલા માં નાખવા તેલ
  18. ચમચીવઘાર માટે તેલ જરૂર મુજબ નાખવુ
  19. ૧/૨ ચમચીરાઈ
  20. ૧/૨ ચમચીઆખુ જીરુ
  21. ગરમ મસાલો નાખવો હોયતો નાખી શકાય પણ હુ નથી નાખતી

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તો રીંગણા ને બટેટા ને ધોઈ સમારી લેવા રીંગણા ને વચ્ચે થી આડા ને ઉભા બે કાપા પાડવા ને બટેટા ની છાલ ઉતારી ને તેની જાડી ચીરુ કરવી.

  2. 2

    મસાલો બનાવવા માટે. ગેલ ચાલુ કરી એક કડાઇમુકોતેમા ૨ ચમચી તેલ લઇ તે ગરમ થાય એટલે તેમાં આખુ જીરું નાંખવું તેમા લસણ ની પેસ્ટ નાખવી પછી તેમા ચણાનો ઝીણો લોટ નાખવો તેને બરાબર હલાવી શેકાવા દેવું પછી નીચે ઉતારી ને તેમા લાલ મરચું પાઉડર મીઠું ધાણાજીરું પાઉડર અને મગફળીનો ભુકો નાખવાનો પછી તેમા કોથમીર લીંબુનો રસ જરુર પડે કેમ નાખવો મસાલો તૈયાર પછી રીંગણા ભરી લો

  3. 3

    ગેસ ચાલુ કરી કુકર માં ૩ચમચી તેલ નાખીને તે ગરમ થાય એટલે તેમાં રાઈ. જીરૂં લીમડાનાં પાન હિંગ નાખી લસણની કટકી નાખવી પછી તેમા ભરેલા રીંગણા ને બટેટા ની ચીરુ નાખી હલાવવું પછી તેમા મીઠુ હળદર લાલ મરચુ પાઉડર નાખીને બરાબર હલાવવું પછી થોડીવાર પછી તેમા જરુર મુજબ પાણી નાખવુ પછી તેમા ઉપર નો ભરતા વધેલો મસાલો નાખી શાક ઉકળે એટલે કુકર નુ ઢાંકણું બંધ કરી દેવું ૩ થી ચારવ્હીસલ માં શાકતૈયાર

  4. 4

    શાક તૈયાર થઇ જાય એટલે ઉપર કોથમીર નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

Similar Recipes