સાંબા ની ખીચડી (Samba Khichdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઋષિ પાંચમ નુ વ્રત આગવું મહત્વ ધરાવે છે તો તેના ઉપવાસ માટે સાંબા ની ખીચડી બનાવવામાં આવે છે. અહી સૌ પ્રથમ ખીચડી માટે ની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ કુકર મા ૩ચમચી જેટલું તેલ મૂકી જીરું અને લીમડા વડે વઘાર કરો.
- 3
૨ મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો અને ત્યાર પછી તેમાં તમાલપત્ર,સમારેલા બારીક ટામેટા, મરચા, સીંગદાણા, બટાકા,સાંબો તથા બધા મસાલા એક પછી એક બધી સામગ્રી ઉમેરતા જાઓ. ત્યાર બાદ તેને સરખી રીતે હલાવી અને મિક્સ કરો અને ૫ મિનિટ સુધી ચઢ વા દો.
- 4
હવે તેમાં ૩ ગણું એટલે કે અહી આપણે ૧ કપ સાંબો લીધેલો છે તો ૩ કપ પાણી ઉમેરશું જેથી ખીચડી એકદમ બરોબર રીતે ચડી જાય. ત્યાર બાદ સૌથી છેલ્લે મરી પાઉડર મિક્સ કરશું જેથી સ્વાદ એકદમ સારો લાગશે.
- 5
હવે કુકર ને બંધ કરી ૩ વિસલ થવા દો.
- 6
તૈયાર છે થોડી જ મિનિટો મા એકદમ સ્વાદિષ્ટ અને ઋષિ પાચમ સ્પેશિયલ સાંબા ની ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ