મીઠી બુંદી(mithi boondi recipe in gujarati)

Jignasha Upadhyay @cook_22679195
ઘરે ગણપતિ બાપા આવ્યા હોય તો અલગ અલગ તેમની ભાવતી પ્રસાદી બનાવવા ની મજા જ કઈ અલગ હોય છે.
મીઠી બુંદી(mithi boondi recipe in gujarati)
ઘરે ગણપતિ બાપા આવ્યા હોય તો અલગ અલગ તેમની ભાવતી પ્રસાદી બનાવવા ની મજા જ કઈ અલગ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ ચાળી લો. તેમાં થોડું પાણી, ચપટી ખાવા નો સોંડા અને ફુડ કલર ઊમેરી પાતળું ઘોળ બનાવો. આ ઘોળ ને 20 - 25 મીનીટ સુધી મૂકી રાખો.
- 2
એક પેનમાં ખાંડ અને પાણી લઈ ચાસણી બનાવવા ધીમી આંચ પર મૂકો. જો આંગળી અને અંગુઠો ચોટવા માંડે એટલે ચાસણી તૈયાર છે. ત્યાર બાદ તેમાં ઇલાયચી પાઉડર ઊમેરી હલાવી દો.
- 3
એક કઢાઈ મા ઘી ગરમ કરી તેમાં બુંદી ના જારા વડે બુંદી પાળવી.
- 4
બધી બુંદી તળિયા બાદ તેને ચાસણી માં એક અથવા બે કલાક માટે પલાળી રાખો. તેમાં બદામ પીસ્તા ની કતરણ ઊમેરી હલાવી મૂકી રાખો. ત્યાર બાદ સવિઁગ ડીશ માં કાઢી સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13527587










ટિપ્પણીઓ (3)