પનીર ભુર્જી સબ્જી(panner bhurji recipe in gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

#નોર્થ

પનીર ભુર્જી સબ્જી(panner bhurji recipe in gujarati)

#નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧. ૧/૨ (દોઢ) કપ પનીર
  2. ૩/૪ (પોણો) કપ ટામેટાં (ઝીણા સમારેલા)
  3. ૩/૪ (પોણો) કપ કાંદા (ઝીણા સમારેલા)
  4. કેપ્સીકમ (ઝીણું સમારેલું)
  5. ટે. ચમચી ઘી
  6. ટે. ચમચી માખણ
  7. ટે. ચમચી આદું+લસણની પેસ્ટ
  8. ટે.ચમચી ગરમ મસાલો
  9. ટે. ચમચી ધાણાજીરૂ પાઉડર
  10. ટે. ચમચી લાલ મરચું
  11. ૧/૪ટી. ચમચી હળદર
  12. મીઠું (સ્વાદ મુજબ)
  13. ૧/૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી, નોનસ્ટીક પેનમાં (તાવડીમાં) ૨ ચમચી ઘી+ ૧ ચમચી માખણ નાંખી, ગરમ થાય એટલે તેમાં આદું- લસણની પેસ્ટ નાંખી ૧ મીનીટ સાંતળવું.

  2. 2

    હવે તેમાં કાંદા નાંખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવું. પછી તેમાં કેપ્સીકમ નાંખી બરાબર પકવવું.

  3. 3

    હવે તેમાં હળદર, ધાણાજીરૂ પાઉડર, ગરમ મસાલો નાંખી હલાવી લેવું. પછી તેમાં ટમેટાં નાંખી ગેસ મોટો કરી ખુબ પકવીશું.

  4. 4

    હવે તેમાં લાલ મરચુ નાંખી હલાવી લેવું. પછી ૧/૨ કપ પાણી નાંખી સરસ રીતે પકવવું. અને પછી સ્વાદ મુજબ મીઠું નાંખી હલાવી લેવું. લગભગ બધું પાણી બળી જાય ત્યાં સુધી પકવવું.

  5. 5

    હવે તેમાં પનીરને હાથથી હલકું મસળીને નાખવું, (છીણીને પણ નાંખી શકાય.)અને ખુબ સરસ રીતે મીક્ષ કરવું. હવે ૨ ચમચી દુધમાં તાજી મલાઈ નાખી હલાવી લેવું. છેલ્લે ૧-૨ ચમચી માખણ નાંખીશું. તેનાથી સબ્જીનો સ્વાદ અને ચમક વધી જશે.

  6. 6

    હવે આપણી બહુ જ સરસ પનીર ભુર્જીની સબ્જી તૈયાર છે.તમે બટર નાના, બટર રોટી કે બટર પરાઠા સાથે ખાઈ શકો.😋😋😋👌☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes