મસૂરની દાળ નું શાક (masoor dal sabji recipe in gujarati)

#ફટાફટ
મસૂર એ લાલ લીલા તેમજ કાળા એમ ત્રણ પ્રકારના મળે છે. લીલાં મસૂર એ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. મસૂર માં ભરપૂર માત્રામાં પ્રોટીન તેમજ લોહતત્વ હોય છે. શાકાહારી લોકો માટે મસૂર એ શરીરમાં જરૂરી લોહતત્વ માટે સારો વિકલ્પ છે. અહીં લાલ મસૂરની દાળ માંથી સ્વાદિષ્ટ શાક બનાવવામાં આવેલ છે. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ શાક કૂકરમાં ઝડપથી બની જાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ને એક કલાક પહેલા પલાળી રાખો. ડુંગળી ટામેટા ઝીણાં સમારી લો. આદુ મરચાં ની પેસ્ટ તૈયાર કરો. લસણ ઝીણું સમારી લો.
- 2
કૂકરમાં ઘી ગરમ કરી તેમાં જીરું, હીંગ, લીમડાના પાન અને મરચું નાખી વઘાર કરી લો. લસણ ઉમેરીને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
- 3
લસણ સાંતળી લો ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં ટામેટા સાંતળો. ટામેટા ચડવા લાગે પછી તેમાં પલાળેલી દાળ ને નિતારી લો અને ઉમેરી મિક્સ કરી લો.
- 4
બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ૧ વાટકી પાણી ઉમેરી આકરા તાપમાં ૩ સીટી સાથે બાફી લો. કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું નાખી લાલ મરચું પાઉડર છાંટી ને તડકો આપો.
- 5
મસૂરની દાળ પર ઉપરથી જે તડકો આપવામાં આવે છે તેનાથી સ્વાદ બમણો થઈ જાય છે. ગરમાગરમ સ્વાદિષ્ટ મસુરદાળ શાક ને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ