પનીર કોર્ન મસાલા (Paneer Corn Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ મકાઈ ને બાફી લેવી. પનીર ના પીસ કરી તળી લેવું.
- 2
ડુંગળી,ટામેટા,મરચા સુધારી લેવા આદુ ખમણી લેવો,લસણ ફોલી લેવું..હવે એક કડાઈમાં તેલ મૂકી તજ, તમાલ પત્ર,સૂકું લાલ મરચું,ઇલાયચી નાખવી,પછીતેમાં આદુ સોતરવો.
- 3
પછી તેમાં મરચા લસણ નાખી સોત્રવુ,પછી તેમાં ડુંગળી નાખી ૫ મિનિટ સુધી થવા દેવું,પછી તેમાં ટામેટા નાખી થવા દેવું.પછી તેમાં કાજુ, મગજ તરી ના બી, ખસ ખસ નાખી ઢાંકણ ઢાંકી બધું ૫ મિનિટ સુધી થવા દો.
- 4
હવે આ મિશ્રણને ઠંડુ કરી ગ્રેવી બનાવી લેવી. ફરી એ જ લોયા માં તેલ મૂકી તેમાં કેપ્સિકમ સેલો ફ્રાય કરી ને કાઢી લેવા પછી તેમાં ગ્રેવી નાખી હળદર, ધાણા જીરુ પાઉડર, લાલ મરચું પાઉડર,મીઠું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરવું.તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું.
- 5
પછી તેમાં કેપ્સિકમ,બાફેલી મકાઈ,પનીર નાખી મિક્સ કરવું.ઉપર થી ધાણા ભાજી નાખી સર્વ કરવું.તો રેડી છે પનીર કોર્ન મસાલા.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ