રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચાર-પાંચ કલાક માટે એક વાસણમાં ગરમ પાણીમાં વટાણા પલાળવા
- 2
5 કલાક વટાણા પલળી જાય પછી કૂકર માં વટાણા અને 2 બટેટા ધોઈ ને નાખો પછી 4-5 સીટી થવા દેવી ત્યાર બાદ કૂકર ઠંડુ થાય ત્યાં સુધીમાં ડુંગળી સમારવી અને આદુ,લસણ,મરચા ની પેસ્ટ બનાવી
- 3
પછી એક કડાઈ માં એક ચમચો તેલ ઉમેરવું અને તેલ ગરમ થાય પછી વરિયાળી,હિંગ અને જીરૂ ઉમેરવું ત્યારબાદ આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખી સાંતળવું. પછી સમારેલી ડુંગળી ઉમરીને થોડી વાર સાંતળવી.
- 4
પછી તેમાં મીઠું, લાલ મરચું પાઉડર અને હળદરપાઉડર ઉમેરવા અને હલાવવું પછી તેમાં ટામેટા ઉમેરવા અને ધીમા તાપે ચડવા દેવા
- 5
ટામેટા ચડી જાય પછી તેમાં બટેટા નો માવો ઉમેરવો પછી તેમાં 1 ચમચી ગોળ ઉમેરવો અને આમચૂર પાઉડર ઉમેરવો
- 6
પછી તેમાં 1/2વાટકી ખજૂર આમલીની ચટણી ઉમેરવી અને બાફેલા વટાણા ઉમેરવા અને ઉકળવા દેવું ત્યારબાદ ગરમ મસાલો ઉમેરી ને થોડું પાણી ઉમેરી રગડા ઉકળવા દેવો પછી તેમાં એક લીંબુ નો રસ ઉમેરવો
- 7
આ રગડા ને મે પૂરી સાથે સર્વ કર્યો છે.આ રગડા ખૂબ જ ટેસ્ટી બજાર જેવો બને છે
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (4)