મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

આ સૂપ માં મેં થોડાં વેજિસ એડ કરી ને બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાઇ છે.વરસાદ ની સીઝન માં અને શિયાળા માં પણ આ સૂપ મસ્ત લાગે છે. મને અને મારા ભાઈ ને કઇ હળવું ખાવું હોઇ ત્યારે આ સૂપ બનાવું છું.

મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)

આ સૂપ માં મેં થોડાં વેજિસ એડ કરી ને બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાઇ છે.વરસાદ ની સીઝન માં અને શિયાળા માં પણ આ સૂપ મસ્ત લાગે છે. મને અને મારા ભાઈ ને કઇ હળવું ખાવું હોઇ ત્યારે આ સૂપ બનાવું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1 કપનૂડલ્સ
  2. સ્વાદ પ્રમાણેમીઠું નૂડલ્સ બાફવા માટે
  3. 1 ચમચીતેલ
  4. 4-5 ચમચીકોર્નં ફ્લોર
  5. જરૂર મુજબ તેલ ફ્રાય કરવા માટે
  6. 1 કપ ગાજર ઝીણું કટ કરેલું
  7. 3-4 ચમચીકોબીજ ઝીણું કટ કરેલું
  8. 4-5 કળી લસણ ઝીણું કટ કરેલું
  9. 2 નંગ કાંદા ઝીણું કટ કરેલા
  10. 4-5 ચમચીકેપ્સીકમ ઝીણું કટ કરેલું
  11. 3 કપવેજીટેબલ સ્ટોક
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 1/2 ચમચીમરી પાઉડર
  14. 2 ચમચીસોયા સોસ
  15. 1 ચમચીવિનેગર
  16. 1 ચમચીખાંડ
  17. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  18. 2 ચમચીકોર્નં ફ્લોર
  19. 1/2 કપપાણી
  20. 1 ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    કડાઈ માં તેલ મુકી તેમાં કાંદા ને હાઈ ફલેમ ઉપર સાંતળી લો.હવે તેમાં લસણ એડ કરી સાંતળી લો.પછી તેમાં ગાજર અને કેપ્સીકમ એડ કરી 2 મિનીટ માટે સાંતળી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં કોબીજ એડ કરી 1 મિનીટ માટે સાંતળી લો.હવે તેમાં વેજીટેબલ સ્ટોક એડ કરી મીઠું, મરી પાઉડર એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં સોયા સોસ,ગ્રીન ચીલી સોસ,વિનેગર,ખાંડ એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    એક વાટકી માં કોર્નં ફ્લોર અને પાણી લઇ તેને ગઠ્ઠા ન રે એવી રીતે મિક્સ કરી લો.હવે તેને સૂપ માં એડ કરી 2-3 મિનીટ માટે કૂક કરી લો.

  4. 4

    નૂડલ્સ ને મીઠું અને 1 ચમચી તેલ એડ કરી 70-80% જેટલા બાફી લો. હવે બાફેલા નૂડલ્સ માં કોર્ન ફ્લોર એડ કરી તેને મિક્સ કરી લો.કોર્ન ફ્લોર વાળા નૂડલ્સ ને ગરમ તેલ માં ફ્રાય કરી લો.

  5. 5

    રેડી છે મનચાઉં સૂપ.તેને બોલ માં લઇ તેમાં ઉપર ફ્રાઇડ નૂડલ્સ એડ કરી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes