રીંગણા નું શાક(Rigan shaak Recipe in Gujarati)

આ શાક મે આજે કુકરમાં બનાવ્યું છે. જે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમા પણ ખુબજ સરસ લાગે છે. કાઠીયાવાડ મા ભરેલાં રીંગણા નું શાક ને બાજરાનો રોટલો ખુબ ખવાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રીંગણ ભરવા માટે નો મસાલો બનાવવા મીક્ષર જારમા સિંગદાણા, લસણ,આદુ, ધાણાભાજી, મીઠું, મરચું, ધાણાજીરુ, હળદર,ગોળ, ને ગાંઠીયા નો ભુકો નાખી અધકચરો મસાલો પીસી લો.
- 2
રીંગણ મા મસાલો ભરી લો. વધે તે રાખી મુકો.
- 3
કુકરમાં બે ચમચી તેલ મુકો. રાઈ ને હિંગ નો વધારો કરો ને બટેટા એડ કરી સોતે કરો.સેજ ચડે પછી તેમા ભરેલાં રીંગણ એડ કરો ને તેલમાં સેજ વાર પાકવા દો. હવે તેમા બચેલો મસાલો એડ કરી દો ને તેલમાં પકાવો. પછી તેમાં ટામેટાં ઝીણા સમારેલા એડ કરો ને તેલમાં બધું બરાબર પકાવો.
- 4
અડધાં કપ જેટલું પાણી એડ કરો ને કુકર બંધ કરી દો, સાથે ગેમ પણ બંધ કરી દો પંદરેક મીનીટ માટે આવું કરવાથી કુકરમાં ઘાટા રસા વારુ શાક સરસ બને છે, અને કુકરમાં ચોટતુ પણ નથી. હવે ફરી ગેસ ચાલું કરી એક સીટી વગાડી લો. ગેસ બંધ કરી કુકર ઠંડું થાય એટલે ધાણાભાજી થી ગારનીશિંગ કરવું ને સવ કરવું.
- 5
તો તૈયાર છે આપણું કાઠીયાવાડી ભરેલાં રીંગણા નું શાક.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ