સોફ્ટ પનીર(Soft paneer Recipe in Gujarati)

પનીર બનાવવું ખુબ જ સહેલું છે. આપણે કોઈ પણ રેસીપી બનાવવી હોય તો પનીર ઘરે જ બનાવીને વાપરવું જોયે. સસ્તુ પણ પડે , તાજુ પણ હોય, અને આપણી ડીશ ની જરુર મુજબ નું આપણે બનાવીએ તો ડીશ નું રીઝલ્ટ પણ ખુબજ સારું આવે. જેમકે પંજાબી બનાવવું હોય તો ક્રીમી પનીર ની જરુર હોય, પણ જો બેંગાલી સ્વીટ બનાવવી હોય તો ગાય ના દૂધ ના પનીર ની જરુર પડે. આજે આપણે ભેંસના દુધ નું ક્રીમી પનીર બનાવીસુ ..

રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં દુધ ગરમ મુકો. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ને બે મીનીટ દૂધ મા ચમચો હલાવો જે થી સેજ ઠંડું પડી જાય.
- 2
લીંબુના રસમાં એક કપ પાણી ઉમેરી તેને દુધ મા ધીમેધીમે રેડો. વચ્ચે ચમચો રાખીને થોડીવારમાં જ દુધ મા પાણી થઇ જાસે.
- 3
હવે ચારણી ઉપર કપડું પાથરીને પનીર તેમાં નીતારી લો.
- 4
પનીર ને ઠંડા પાણીથી ધોઇલો જેથી ખટાશ નીકળી જાય અને પનીર પણ ઠંડું પડી જાય.
- 5
હવે તમારે જેવો શેઇપ આપવો હોય એ રીતે સેટ કરી ને એજ કપડાં મા ઢાંકી દો. ઉપર સેજ વજન મુકી ને ફ્રીઝ મા સેટ થવા રાખી દો. બે ચાર કલાક મા તમારું પનીર સરસ સેટ થઇ ગયું હસે. બારે કાઢી જેવડાં પીસ જોઇએ એવા કટ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ