પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં લઇ ને તેમાં મરચું,ધાણાજીરુ,હળદર અને ગરમ મસાલો નાખી હલાવી લો. હવે ડુંગળી અને ટામેટા સમારી લો. એક પેનમાં તેલ લઈને ડુંગળી નાખીને 2 મિનિટ હલાવી લો પછી તેમાં તજ લવિંગ,તમાલપત્ર,જીરુ ઈલાયચી,મોટી ઇલાયચી બધું નાખી દો. હવે બધું હલાવી ને તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો.
- 2
પછી તૈયાર કરેલી દહીંની પેસ્ટ નાખો. પછી તેમાં કાજુ નાખી દો. પછી ટામેટા નાખીને અડધો ગ્લાસ પાણી નાખવાનું છે પછી મીઠું નાખીને બધું બરાબર હલાવીને 20 મિનિટ સુધી ઢાંકીને ધીમા તાપે ચઢવા દેવાનું છે.
- 3
હવે તે ઠંડુ પડે એટલે મિક્સરમાં ના ઝારમાં લઈ લો તેમાં એક ચમચી જેટલું બટર નાખી દો હવે તેને મિક્સરમાં ક્રશ કરી લો. ક્રશ કરેલી પેસ્ટ એને ખાસ ચાળણીમાં ચારી બાઉલમાં લઈ લો.
- 4
હવે એક પેનમાં તેલ અને ઘી લઈને તેમાં ખાંડ નાખી દો ખાંડ ઓગળે એટલે તરત લાલ કાશ્મીરી મરચું નાખી દો પછી તેમાં રેડી કરેલી પેસ્ટ નાખી દો.
- 5
બે મિનિટ હલાવ્યા બાદ તેમાં પનીર નાખી દો પછી તેમાં ક્રીમ નાખો હવે તેને દસ મિનિટ હલાવો પછી તેમાં કસૂરી મેથી નાંખીને જરૂર મુજબ મીઠું નાખી દો.
- 6
હવે તેમાં ઈલાયચી પાઉડર નાખીને પાંચ મિનિટ ચડવા દો પછી સબ્જી ને સર્વિંગ બાઉલમાં સર્વ કરો.રેડી
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (2)