પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)

પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફૂદીનાનું પાણી બનાવવા માટે મિકસચર જારમાં ફુદીનાના પાન, કોથમીર, લીલા મરચાં, લીંબુ એડ કરી પેસ્ટ બનાવવી.
- 2
આ પેસ્ટ ને એક મોટા બાઉલમાં લઇ તેમાં મીઠું, સંચળ પાઉડર, પાણી એડ કરી મિક્સ કરવું. ઠંડુ થવા મુકવું.
- 3
મીઠું પાણી બનાવવા માટે એક વાસણમાં થોડું પાણી લઈ ગોળ અને આંબલી એડ કરી 2-3 કલાક પલાળી રાખવા. હવે હાથેથી મસળીને આંબલી ને સ્મેશ કરી લેવી. જરૂર મુજબ પાણી એડ કરી મિક્સ કરી ને ગાળી લેવું.
- 4
જીરા ફ્લેવર નું પાણી બનાવવા માટે એક બાઉલમાં પાણી, શેકેલું જીરું પાઉડર, લીંબુનો રસ, મીઠું,સંચળ પાઉડર, પાણીપુરી નો મસાલો એડ કરી મિકસ કરી લેવું, ગાળી લેવું.
- 5
જિંજર ગાર્લિક ફ્લેવરનુ પાણી બનાવવા માટે એક બાઉલમાં પાણી, આદુ- લસણની પેસટ, મીઠું, લીંબુનો રસ, પાણીપુરી મસાલો એડ કરી મિક્સ કરવું. ગાળી લેવું.
- 6
બધા ફ્લેવર ના પાણી તૈયાર છે સર્વ કરવા માટે.
- 7
સ્ટફીંગ બનાવવા માટે બાફેલાં બટાકા ને સ્મેશ કરી બાફેલાં ચણા, મીઠું લાલ મરચાં ની પેસ્ટ, કોથમીર એડ કરી મિક્સ કરવું.
- 8
એસેમ્બલ કરવા માટે પુરીમાં તૈયાર કરેલ સ્ટફીંગ ભરી ડ્રાય મસાલો સ્પ્રિંકલ કરી 4 ફ્લેવર ના પાણી સાથે સર્વ કરવું.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (15)