દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)

Kamini Patel @cook_25035688
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા લો ને તેને કુકર માં બાફી લો ત્યાર કૂકર ઠંડુ પડે એટલે બટાકા ને છોલીને કાંટા ચમચી થી તેમાં કાણાં પાડી લો.
- 2
હવે ડુંગળી, ટામેટા, લીલા મરચા, લસણ ને એક મિક્સર જાર માં ક્રશ કરી લો ને તેની પ્યૂરી બનાવી લો
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો જીરું તતડી જાય એટલે તેમાં હિંગ, ટામેટાં ડુંગળી ની તૈયાર કરેલી પ્યુરી ઉમેરો. તેમાં તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું અને મીઠું, ખાંડ,કાશમીરી મરચું નાખીને બરાબર મિક્સ કરી લો.
- 4
ત્યાર બાદ તેમાં દહીં અને પાણી નાખીને થોડી વાર ઉકળવા દો. એક ઉભરો આવે એટલે તેમાં બાફેલા બટાકાં ઉમેરીને લગભગ ૫ મિનિટ સુધી ઢાંકી ને ચડવા દો.
- 5
ગ્રેવી ઘટ્ટ થાય બધો મસાલો એકરસ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે દમ આલુ.. આ દમ આલૂને રોટલી કે નાન સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13918521














ટિપ્પણીઓ