આલુ ટીક્કી ચાટ(ALOO TIKKI CHAT Recipe IN GUJARATI)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#GA4
#WEEK6
#CHAT
ચાટ લગભગ બધાને ભાવતી હોય છે અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે. ખાસ કરીને મારા બંને બાળકોને 😋

આલુ ટીક્કી ચાટ(ALOO TIKKI CHAT Recipe IN GUJARATI)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#WEEK6
#CHAT
ચાટ લગભગ બધાને ભાવતી હોય છે અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે. ખાસ કરીને મારા બંને બાળકોને 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ -૪૫ મિનિટ
૬ ટીક્કી
  1. ૫૦૦ ગ્રામ બટેટા
  2. ચમચા આરારુટ / કોર્ન ફ્લોર
  3. ૧ ચમચીમરચું પાઉડર
  4. ૧ ચમચીહળદર પાઉડર
  5. ૧ ચમચીચાટ મસાલો
  6. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  7. ચમચો આદુ મરચાં ની પેસ્ટ
  8. ચમચો સમારેલી કોથમીર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. પીરસવા માટે:
  11. ૧ કપદહીં
  12. ૧ કપખજૂર આમલીની ચટણી
  13. ૧ કપકોથમીર ફુદીના ની ચટણી
  14. ચમચા ‌લસણની ચટણી
  15. ૧ કપઝીણી સેવ
  16. ૧ કપદાડમના દાણા
  17. ૧ કપસમારેલા ડુંગળી અને ટામેટાં
  18. ૧ ચમચીચાટ મસાલો ઉપર છાંટવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૦ -૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફીને મેશ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં મરચું પાઉડર,હળદર પાઉડર,ચાટ મસાલો,આમચૂર પાઉડર, આદુ મરચાની પેસ્ટ, મીઠું, આરારુટ, સમારેલી કોથમરી નાખી બરાબર બધું મિક્સ કરી લો.

  3. 3

    બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની મોટી ગોળ ટિક્કી બનાવી લો. આ ટીકીને ફરીથી આરારુટ માં રગદોળી નોનસ્ટિક પેનમાં થોડું તેલ મૂકી અને તેમાં શેલો ફ્રાય કરો.

  4. 4

    આલુ ટીકી બંને બાજુ સરસ બ્રાઉન કલરની કડક થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.

  5. 5

    આ ટીકીને જેમાં સર્વ કરવાની હોય તે પ્લેટમાં લઈને તેના ઉપર દહીં, લીલી ચટણી,ખજૂર આમલીની ચટણી, લસણની ચટણી, દાડમના દાણા, સમારેલા ડુંગળી અને ટામેટા,સેવ, નાખો. છેલ્લે ઉપર ચાટ મસાલો છાંટી દો. તો હવે તૈયાર છે આપણી એકદમ ચટપટી આલુ ટિક્કી ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Solanki
પર
જામનગર

Similar Recipes