રોટલી નુ શાક(Rotli Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોટામાં બતાવ્યા પ્રમાણે બધી જ સામગ્રી ભેગી કરી લેવી.ત્યારબાદ મોટી કડાઈ લેવી અને તેમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
- 2
એકદમ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટી જાય પછી તેમાં જીરુ ઉમેરો.જીરુ ગોલ્ડન બ્રાઉન થાય પછી તેમાં હિંગ ઉમેરો.
- 3
આ વઘાર થાય પછી તેમાં લસણ ઉમેરો. લસણ ગોર્ડન બ્રાઉન કલરનું થાય પછી તેમાં આદુ ઉમેરો.આદુ ગોલ્ડન બ્રાઉન થાય પછી તેમાં મરચાં ઉમેરો.આ ત્રણેયને 1 થી 2 મિનિટ પાકવા દો.
- 4
આ વઘાર પાકી જાય પછી તેમાં બટર મિલ્ક ઉમેરો.
- 5
હવે વઘારેલી છાશ 5 મિનિટ ઉકળવા લાગે એટલે તેમાં મસાલા કરી લઈશું.તેમાં હળદર,મરચું,ધાણાજીરૂ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
- 6
ખાટી બટર મિલ્ક માં મસાલા કર્યા પછી તેને ફાસ ગેસ ઉપર 5 મિનિટ માટે ઉકાળો. છાશ ઉકળી જાય એટલે તેમાં રોટલીના ટુકડા એડ કરો અને તેને 2 થી 3 મિનીટ સુધી પકાવો પછી ગેસ બંધ કરી દો.
- 7
હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈને તેને કોથમીરથી ગાર્નિશિંગ કરો.તૈયાર છે આપણે સૌને ભાવે એવી ખાટી છાસ માં રોટલી નુ શાક. જો તમારે મીઠાશ જોતી હોય તો ગોળ પણ ઉમેરી શકો છો.મને પસંદ નથી એટલે મેં નથી નાખ્યો. આમ આપણી બચેલી રોટલી માંથી ને સરસ નાસ્તો પણ તૈયાર થઈ જાય છે.રોટલી વેસ્ટ પણ નથી જતી.તમે આમાં મલાઈ છાશ પણ ઉપયોગમાં લઇ શકો છો. તેનો ટેસ્ટ પણ એકદમ ખૂબ જ સારો આવે છે.મેં આ મલાઈ ની છાશમાંથી રોટલી નુ શાક તૈયાર કરેલ છે. ટેસ્ટમાં પણ ખૂબ જ સારું થયું છે.
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (2)