મખાણા ખીર (Makhana kheer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આજે આપણે જે ખીર બનાવવા નાં છીએ તે શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદ મા પણ ખૂબ સારી બને છે. તો ખીર બનાવવા માટે સૌ પ્રથમ ઉપર મુજબ ની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
સૌ પ્રથમ એક કડાઈ મા 1.5 ચમચી ઘી ઉમેરો અને 2 મિનિટ પછી તેમાં ખસખસ ઉમેરી એકદમ સરખી રીતે મિક્સ કરો.
- 3
ખસખસ બરોબર રીતે શેકાય જાય ત્યાર બાદ તેમાં મખાણા ઉમેરો. તેને બરોબર રીતે શેકો અને ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરો. હવે 5 મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો.
- 4
ત્યાર બાદ છેલ્લે તેમાં સાકર ઉમેરી ધીમી આચ પર હલાવતા રહો. ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ઉમેરી સર્વ કરો.
- 5
તૈયાર છે એકદમ પૌષ્ટિક મખાણા ની ખીર. જો આં ખીર ને રાતે લેવામાં આવે તો તે ઊંઘ ની સમસ્યા ને પણ દૂર કરે છે. તેમજ તે ખાંડ લેવલ કંટ્રોલ માં કરે છે...પગ નાં દુખાવા દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી રહેશે...પચવામાં પણ સરળ છે...તો છે ને ઘણા ફાયદા સાથે ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીર જે થોડી જ મિનિટો મા તૈયાર કરી શકીએ છીએ...
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (4)