સ્વીટ કોઈન પીઝા (Sweet coin pizza Recipe in Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
2 સર્વિંગ્સ
  1. શેકેલી શિગદાણા 250ગાૃમ
  2. 50ગાૃમ ટોપરા નુ છીણ
  3. 2 ચમચીમિલ્કમેડ
  4. 2કોનફલોર
  5. 50ગાૃમ ગુલકંદ
  6. 50ગાૃમ ડૃયફૂટ
  7. 2ચીઝ કયુબ
  8. જરૂર મુજબ ચેરી
  9. 100ગાૃમ કીવી
  10. 25ગાૃમ ખાંડ
  11. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ શીગ નો ભૂકો કરી તેમાં ટોપરા નુ છીણ કોનફલોર મિક્ષ કરી દો પછી મિલ્કમેડ નાખી લોટ બાંધો જરૂર પડે દૂધ છાંટવુ.

  2. 2

    લોટ બાંધી ને ઘી થી કૂણવીલો. મોટો લૂવો લઈ પ્લાસ્ટિક ની વચ્ચે મુકી વણી લેવો. ને એક ગોળ મોલ્ડ થી કાપી ઘીમાં શેકી લો. આ પૂરી ભાવનગર ની પ્રખ્યાત બદામ પૂરી જેવી થાય

  3. 3

    પછી ગુલકંદ ને ડૃયફૂટ મિક્ષ કરી દો. ને કીવી સોસ બનાવવા માટે કિવી ને મિક્સરમાં ક્રસકરી લેવા. ને કડાઈ માં લઈ તેમાં ખાંડ ઉમેરી સોસ તૈયાર કરવો.

  4. 4

    ત્યારબાદ પૂરી પર સોસ લગાવી ગુલકંદ ને ડૃયફૂટ મિક્ષ કરેલું મૂકી તેના પર ચીઝ ખમણી ચેરી થી ડેકોરેશન કરી સવૅ કરવુ.

  5. 5

    આ દિવાળીમાં બધાં ને ખુબ ભાવશે ને નવું લાગશે ખાસ આ પૂરી કરી તમે રાખી શકો છો. વીક રે છે. તેમજ સોસ પણ કરી રાખી ને ફીૃઝ માં મૂકી શકો છો.

  6. 6

    ખાસ પૂરી માં ગળપણ ઓછું રાખ્યું છે કારણ કે ગુલકંદ ને સોસ બન્ને માં છે. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes