ઓટ્સ ચેવડો (Oats Chivda recipe in Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#કુકબુક
દિવાળી આવી રહી છે તો બધા જ તૈયારી માં લાગી ગયા હશે અને આ વખતે શું નવા નાસ્તા બનાવવા એ માટે પણ વીચારતા હશે કારણ કે હવે બધા ને કાંઈક નવું અને ટેસ્ટી જ જોઈએ છે પણ સાથે હેલ્થ નું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે માટે મેં અહીંયા બનાવ્યો છે હેલ્ધી ટેસ્ટી એવો લો કેલ ઓટ્સ કોર્ન ફ્લેક્સ ચેવડો કે જેમાં હાઈ ફાઈબર ઓટ્સ છે અને કોર્ન ફ્લેક્સ છે કે જે રીચ ઓફ આઈરન, ફાઈબર કાર્બોહાઈડ્રેટ અને ડાયાબિટીક પેશન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ દિવાળી માં જરૂર થી ટ્રાય કરો ઓઈલ ફ્રી ટેસ્ટી અને હેલ્ધી ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ઓટ્સ
  2. 1/2 બાઉલ પૌંઆ
  3. 1/2 બાઉલ કોર્ન ફ્લેક્સ
  4. 1/4 બાઉલ શેકી ને છાલ ઉતારેલા શિંગ દાણા
  5. 2-3 ટેબલ સ્પૂનસમારેલા કાજુ
  6. 1 ટેબલ સ્પૂનદાળીયા
  7. 2 ટેબલ સ્પૂનટોપરા ની સ્લાઈસ
  8. 2 ટેબલ સ્પૂનકીસમીસ
  9. 1 ટેબલ સ્પૂનસફેદ તલ
  10. 1 નંગલાલ સુકુ મરચું
  11. 1/4 ટીસ્પૂનહિંગ
  12. 3 ટેબલ સ્પૂનતેલ
  13. 7-8મીઠા લીમડાના પાન
  14. 1 ટીસ્પૂનકાળા મરી પાઉડર
  15. 2 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  16. 1 ટેબલ સ્પૂનઆમચૂર પાઉડર
  17. 1/4 ટીસ્પૂનતજનો પાઉડર
  18. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઓટ્સ અને પૌંઆ ને ધીમા તાપે શેકી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં શિંગ દાણા, કાજુ દાળીયા ટોપરા ની સ્લાઈસ અને કીસમીસ ઉમેરી 2-3 મિનિટ તળી લો.

  3. 3

    હવે તેમાં હીંગ મરચું લીમડાના પાન, તલ ઉમેરી થોડીવાર સાંતળો પછી તેમાં શેકેલા ઓટ્સ અને પૌંઆ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં કોર્ન ફ્લેક્સ ઉમેરી લો અને પછી તેમાં મીઠું ખાંડ આમચૂર પાઉડર તજનો પાઉડર કાળા મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    ઠંડો થાય એટલે એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes