વેજ ક્લબ સેન્ડવિચ(veg club sandwich recipie in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ટમેટાને રાઉન્ડમાં સમારી લો અને એક ટામેટાં ને સ્લાઈઝ્માં સમારવા. એક કાકડી છીણી લો અને એક કાકડી રાઉન્ડમાં સમારી લો. પછી કેપ્સિકમને સમારી લો.
- 2
હવે એક બાઉલમાં કેપ્સીકમ લઈને સમારેલું ટમેટું થોડી કોબીજ છીણેલું ગાજર છીણેલી કાકડી નાખીને તે માયોનીઝ નાખીને તેમાં મરી પાઉડર નાખો પછી સોસ નાખો જરૂર પડે તો મીઠું નાખો. બધું બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે સેન્ડવીચ ટોસ્ટરમાં પહેલા પનીર ની લાંબી સ્લાઈસ મૂકીને તેને આગળ પાછળ શેકીને એકદમ કડક કરવાની છે. પછી ત્રણેય બેડ ઉપર આગળ પાછળ બટર લગાવીને ટોસ્ટરમાં સેકી લો.
- 4
હવે એક બ્રેડની સ્લાઈસ લઈને તેની ઉપર પીઝા સોસ લગાવી દો પછી તેની ઉપર માયોનીઝ વાળું રેડી કરેલો મસાલો મૂકો પછી તેની ઉપર છીણેલું બીટ નાખીને થોડી કોબીજ નાખો પછી બીજી બ્રેડની સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવીને તેના ઉપર મૂકી દો.
- 5
પછી તેના ઉપર માયોનીઝ નાખીને પનીર મૂકીને રાઉન્ડ કાકડી મૂકો રાઉન્ડ ટામેટા મૂકો પછી ડુંગળી મૂકો.
- 6
પછી તેની ઉપર કોબીજ ભભરાવીને બીજી સ્લાઈસ લઈને તેના ઉપર ગ્રીન ચટણી લગાવી સેન્ડવીચ ને બંધ કરો ચા૨ લાકડાની સળી લઈને ચારે બાજુ ભરાવી દો પછી સેન્ડવીચ કટ કરો જેથી સેન્ડવીચ હલશે નહીં.
- 7
પછી તેને સોસ સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (9)