પુલાવ(Pulav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં બાસમતી ચોખા ને લીલા વટાણા બંન્ને ને સારી રીતે ૨-૩ વાર ધોઈ લો.
- 2
ત્યાર બાદ એક તપેલી લો ને તેમાં ૫ કપ પાણી લો ને ગેસ પર ગરમ કરવા મુકો. ને તેમાં ૧ ચમચી મીઠુ ને ૧ ચમચી ઘી ચોખા ઉમેરી ને હલાવી લો. ને ઉકળવા દો
- 3
ચોખા નો દાણો સરખી રીતે ચડી જવા આવે એટલે તપેલી માં થી ચોખા ને કાણાં વાળા ટોપા માં કાઢી લો ને પાણી નીતરી રહે એ માટે એક બાજુ મૂકી દો
- 4
હવે ડુંગળી ને બટાકા ને ચપ્પા થી સમારી લો.
- 5
ત્યાર બાદ એક તવા માં ૧ ચમચી ઘી ગરમ કરવા મુકો ને તેમાં જીરું, લવિંગ, ચપટી હિંગ નાખી વઘાર કરો ત્યાર બાદ તેમાં ડુંગળી, બટાકો નાખી ને સાંતળો તેમાં તૈયાર ભાત ઉમેરો તેમાં હળદર, ચપટી ગરમ મસાલો, ખાંડ, સેજ લીંબુ રસ ઉમેરી ને મિક્સ કરી લો
- 6
તો તૈયાર છે પુલાવ તેને સેર્વિંગ ડીશ માં લઇ લો. ને પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14006609














ટિપ્પણીઓ