7 કપ બરફી (7 Cup barfi recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

7 કપ બરફી બહુ જ ઈઝી અને સિમ્પલ મીઠાઈ ની રેસિપિ છે. ગયા વર્ષે દિવાળી પર મારી 1 ફ્રેન્ડ એ દિવાળી ગિફ્ટ માં મને આ સ્વીટ આપી હતી જ મને બહુ જ ભાવી હતી. તો મેં પણ આ દિવાળી માટે આ 7 કપ બરફી બનાવી છે. જે ઘણા જ basic ingredients સાથે બની જાય છે અને બહુ જ yummy લાગે છે ટેસ્ટ માં. તમે પણ આ દિવાળી માં ચોક્કસ આ બરફી બનાવજો. નાના થી લઈને મોટા સુધી બધા ને આ બરફી બહુ જ ભાવશે.
#કૂકબુક #પોસ્ટ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 35 મિનિટ
25 પીસ
  1. 1 વાટકીચણા નો લોટ
  2. 1 વાટકીઘી
  3. 1 વાટકીકાજુ નો પાઉડર
  4. 1 વાટકીટોપરા નું સૂકું છીણ
  5. 1 વાટકીદૂધ
  6. 2 વાટકીખાંડ
  7. ચપટીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનિટ
  1. 1

    આ રેસિપિ બહુ જ સિમ્પલ છે. માપ જરૂરી છે પરંતુ measuring કપ ની જરૂર નથી. તમે કોઈ પણ પણ વાટકી નું માપ લઈ શકો છો. જે વાટકી લો બધા જ ingredients એ વાટકી થી જ લેવા. ખાંડ 2 વાટકી લેવી એના સિવાય બીજા બધા ingredients 1 વાટકી લેવા. સૌ પ્રથમ 1 નોન સ્ટિક પેન માં ચણા ના લોટ ને મધ્યમ આંચ પર શેકી લેવો.

  2. 2

    4 થી 5 મિનિટ અથવા સુગંધ આવે ત્યાં સુધી ચણા ના લોટ ને શેકવો. ત્યારબાદ તેમાં ઘી ઉમેરવું અને સરખું મિક્સ કરી લેવું જેથી lumps ના પડે. ત્યારબાદ તેમાં 1 પછી 1 એમ કાજુ નો પાઉડર તથા કોપરા નું છીણ ઉમેરવું. સતત હલાવતા રહેવું. બધું સરખું મિક્સ થઈ જાય એટલે તેમાં ખાંડ તથા દૂધ નાખવું.

  3. 3

    ખાંડ અને દૂધ નાખીને સરખું મિક્સ કરી લેવું. મધ્યમ આંચ પર સતત હલાવતા રહેવું. જ્યાં સુધી મિશ્રણ પેન ની સાઇડ છોડવા લાગે ત્યાં સુધી મધ્યમ આંચ પર સતત હલાવતા રહેવું. આ પ્રોસેસ માં લગભગ 20 થી 25 મિનિટ થશે. છેલ્લે ચપટી ઈલાયચી પાઉડર નાખીને મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો.

  4. 4

    1 વાસણ માં ઘી લગાવી ઉપર બટર પેપર પાથરી ઉપર ઘી લગાવીને બરફી ના મિશ્રણ ને કાઢી લો અને સમથળ કરી લો. બરફી ને 25 થી 30 મિનિટ સેટ થવા દો. સેટ થયા બાદ વાસણ માંથી બટર પેપર જોડે બહાર કાઢી લો.

  5. 5

    બહાર કાઢીને છરી થી કાપા પાડીને પીસ કરી લો. બહુ જ easily પીસ થઈ જશે. Melt in mouth 7 કપ બરફી તૈયાર છે સર્વ કરવા માટે. નાના થી લઈને મોટા સુધી બધા ને આ બરફી બહુ જ ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes