મઠિયા(Mathiya Recipe in Gujarati)

Vaishali Gohil @vaishali_79
મઠિયા(Mathiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લીલા મરચા ની પેસ્ટ કરો. પછી પાણી લો તેમા આ પેસ્ટ, ખાંડ, અજમો, મીઠું બધુ મીક્ષ કરો ખાંડ ઓગળે ત્યા સુધી હલાવો.
- 2
હવે લોટ લો. તે લોટ મા આ પાણી ધીરે ધીરે ઉમેરો અને કડક લોટ બાંધો. થોડી વાર રહેવા દો.
- 3
થોડી વાર પછી લોટ ને પરાઈ ની મદદ થી ટીપો. જરુર પડે તો તેલ લઈ શકો છો. પછી આ લોટ ને થોડી વાર ખેંચી અને તેના લૂવા કરો. પછી 2ચમચી તેલ,2 ચમચી ઘી,2ચમચી મેંદોલો. તેને બરાબર ફીણી લો અને હવે તેમા લૂવા ને ઉમેરો અને ઢાંકી દો.
- 4
હવે મઠીયા વણવા નુ શરુ કરો. અટામણ માટે લોટ લેવો નહી. ઘી-તેલ-લોટ ના મિશ્રણ થી જ બરાબર વણાશે.તેને બહુ સુકાવા ના દેવા.
- 5
હવે તેને તળી લો. મઠીયા તૈયાર..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14018526




ટિપ્પણીઓ