સેન્ડવીચ (Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચટણી બનાવવા માટે લીલી કોથમીર,ટામેટુ,લીલા મરચાં,આદુ, લસણ, મીઠું, ખાંડ,લીંબુનો રસ અને સીંગના દાણા બધું એક મિક્સર જારમાં લઈને પીસી લો. જરૂર પડે તો 2 ચમચી પાણી નાખીને પાછું ગ્રાઇન્ડ કરી લેવું.ચટણી જેવી consistency રાખો. તૈયાર છે આપની ગ્રીન ચટણી.
- 2
હવે ટામેટા,કાકડી અને ડુંગળી ની સ્લાઈસ કરી લો.હવે એક સાથે 2 બ્રેડ લઈને બાજુની સાઈડ (કોર વાળો ભાગ) કાપી લેવું. બંને બ્રેડને જુદી પાડીને ગ્રીન ચટણી લગાડી દેવી.
- 3
બંને બ્રેડની સ્લાઇસ ઉપર ગ્રીન ચટણી લગાડાઈ જાય પછી ટામેટાની સ્લાઈસ લેવી અને તેના ઉપર ચાટ મસાલો sprinkle કરો.તેની ઉપર કાકડીની સ્લાઇસ લેવી તેના ઉપર ચાટ મસાલો લગાડો.
- 4
જો તમે ડુંગળી ખાતાં હો તો ડુંગળી ની સ્લાઈસ લો અને તેના ઉપર ચાટ મસાલો sprinkle કરો. પછી બીજો ભાગ સેન્ડવીચ નો છે તે ઢાંકી દો.વેજીટેબલ સેન્ડવીચ ના ભાગ પર કવર કરી લો અને વચ્ચેથી એક કટ લગાવી લો. તો તમારે વેજિટેબલ્સ વાળી સેન્ડવિચ નો ખાવી હોય તો ખાલી ગ્રીન ચટણી વાળી સેન્ડવીચ પણ બનાવી શકાય છે તે પણ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે.
- 5
હવે તૈયાર થયેલી સેન્ડવીચ ને સર્વિંગ પ્લેટમાં લઈને સોસ અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે ઝડપથી તૈયાર થઈ જાય એવી કાચી ગ્રીન સેન્ડવીચ અને વેજીટેબલ સેન્ડવીચ. તે સવારના નાસ્તામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે અને ઝટપટ તૈયાર પણ થઈ જાય છે. તે સૌને ભાવે પણ છે.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)