ચીઝ સૂપ(Cheese Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વેસ્ટર્ન કન્ટ્રીમાં વિન્ટર માં ખૂબ જ ખવાતો પોપ્યુલર સૂપ. આ સૂપ માં ક્રીમ ન હોવા છતાં પણ ટેકસ્ચર માં creamy લાગશે આ બનાવ માટે ઉપર મુજબના બધા ઘટકો એકઠા કરો.
- 2
એક પેનમાં બટર લો અને ગેસ પર મૂકો તેમાં લસણની કળીઓ નાખો કાપેલી ડુંગળી નાખો તમાલ પત્ર નો એક ટુકડો નાખો ત્યારબાદ બે મિનિટ બરાબર મિક્સ કરી સાંતળો, ત્યારબાદ બટેટા નાખો અને ફરીથી સાંતળો, ત્યારબાદ તેમાં ૧ કપ પાણી અને મીઠું પણ ઉમેરો. પેનને ઢાંકી અને બટેટા ને ચડવા દો.
- 3
દસ મિનિટ બાદ ઢાંકણ ખોલો જુઓ મોટેભાગે બટેટા બરાબર ચડી ગયા હશે,ન થયા હોય તો થોડી વધુ વાર ચડે ત્યાં સુધી પાકવા દો. બટેટા પાકી ગયા બાદ તેમાં ૧ કપ દૂધ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી હલાવો મિક્સર માંથી તમાલપત્ર કાઢી લો
- 4
ગેસ પરથી પેન ઉતારી લો ત્યારબાદ તેને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી ફરીથી ગરમ કરો મરી પાઉડર અને ચેડાર ચીઝ પાઉડર ઉમેરો.
- 5
આમ આ સૂપ તૈયાર તેને સૂપ બાઉલમાં કાઢી કોથમરી થી શણગારી અને સર્વ કરવો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ