કોલીફ્લાવર શાક (Cauliflower shaak Recipe in Gujarati)

#GA4
#Week10
#cauliflower
કોલીફ્લાવર અને લીલા વટાણા નુ શાક અમારા ઘરમાં બધા નુ ફેવરિટ છે ખાસ કરીને મારા કિડ્સ ને બોવજ ભાવે છે અને આ શાક
રોટલી,ભાખરી,રોટલા,બ્રેડ,પાવ, અ બધાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છે
પાવ અને બ્રેડ સાથે તો પાવભાજી જેવું જ લાગે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ થોડા હુંફાળા બોવ ગરમ નય એવા પાણી મા કોલીફ્લાવર ને 10 મિનિટ માટે રાખવુ જેથી કોલીફ્લાવર મા જીવાત અથવા કચરો હોઇ તો સાફ થઈ જાય
- 2
ત્યાર બાદ કોલીફ્લાવર ને મિડિયમ સાઈઝ ના સમારવા,અને ટમેટાં ને પણ મિડિયમ સાઈઝ ના સમરવા
- 3
હવે કુકર મા 3 નાના પાવળા (2 ટેબલ્સ્પુન) તેલ મૂકવું તેલ ગરમ થાઈ એટલે તેમા હીંગ નો વઘાર કરી કેપ્સીકમ અને ટમેટાં નાખી મિક્સ કરવુ
- 4
હવે તેમા કોલીફ્લાવર અને વટાણા નાખી તેમા મરચું,મીઠું,ધણાજીરૂ,હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી 1કપ પાણી નાખવું પાણી ઓછુ નાખવુ
- 5
હવે કુકર નુ ઢાંકણ બંધ કરી 1સિટિ વગાડવી
- 6
બોવજ જલ્દી અને ફટાફટ ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી શાક તૈયાર
- 7
મેં આ શાક બ્રેડ સાથે સર્વ કર્યું છે કેમ કે બ્રેડ કે પાવ સાથે પાવભાજી જેવુ જ લાગે છે એટલે બોવજ ભાવે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)