બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)

Harshita Dharmeshkumar @Harshita15691
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની શીંગ ને માપસર ટુકડા કરીને બાફી લેવા અને બેસન ને ધીમી ફ્લેમ પર શેકી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરૂં અને તમાલપત્ર નાખો હિંગ નાખી અને પછી આદું લસણ ની પેસ્ટ ઉમેરવી પેસ્ટ હલ્કી લાલ થઈ જાય એટલે તેમાં સમારેલા ટામેટા નાખી ને સાંતળી લો
- 2
હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, હળદર, મીઠું નાખીને બરાબર સાંતળો
- 3
હવે તેમાં છાશ નાખી દો છાશ બહુ ખાટી લેવાની નહીં નહિ તો શાક ખૂબ જ ખાટું થઈ જશે હવે તેને બરાબર ઉકળવા દો
- 4
ઉકાળો આવે એટલે ગેસ ધીમો કરી ને તેમાં શેકેલો ચણાનો લોટ એટલે કે બેસન નાખીને બરાબર મિક્સ કરી ને હલાવો અને થોડીવાર માટે પાકવા દો
- 5
પછી તેમાં બાફેલા સરગવાના ટુકડા નાખી ને થોડી વાર સુધી ચડવા દો પછી ગેસ બંધ કરી દો અને ઉપર થી કોથમીર નાખીને સર્વ કરો તો તૈયાર છે સરગવાની શીંગ અને બેસન નું શાક......
Keywords
Similar Recipes
More Recipes
- ટોઠા (Totha Recipe In Gujarati)
- બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
- મિક્સ લીલી ભાજીનું લોટવાળુ ચટપટું શાક(Lili bhaji nu lotvalu shak recipe in Gujarati)
- સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamni recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14153323














ટિપ્પણીઓ (8)