સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)

સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નાન માટે એક બાઉલ માં પાણી સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી લો. હવે એમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ ને કણક તૈયાર કરી લો.એના પર મસ્લીન ક્લોથ ભીનો કરી ઢાંકી દાઈ ૧૫ મિનિટ માટે રેહવા દો.
- 2
સ્ટફિંગ માટે પેહલા લસણ ને ચોપર માં ચોપ કરી લો. હવે એક બાઉલ મા મોઝરેલાં ચીઝ અને ચીઝ ક્યૂબ ને છીણી લો. હવે એમાં લસણ ઉમેરો. અને બે મરચા કાપી લો.
- 3
એમાં ધાણા મીઠું મરી ઇટાલિયન સેઝનિંગ નાખી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે કણક ના એક સરખા ભાગ કરી એમાં થી એક ભાગ લઈ એને હાથ થી થાપી ગોળ કરી એમાં વચ્ચે સ્ટફિંગ મૂકી બરાબર પેક કરી લો.આ રીતે બધા લુવા તૈયાર કરી લો. સ્ટફિંગ વધે તો એને રેહવાં દેવું
- 5
સૂકા મેંદા માં કૂવો રગદોળી નાન વણી લો. તવી ગરમ થાય એટલે નાન ની એક બાજુ પાણી લગાવી પાણી વડો ભાગ નીચે આવે એ રીતે તવી પર મૂકો.ફોટો માં બતાવ્યા પ્રમાણે તવી કરીને નાન પ્ર બ્રાઉન કલર ના સ્પોટ દેખાય અને સરસ ચડી જાય ત્યાં સુધી થવા દો.
- 6
હવે એના પર બટર અને ચીઝ નું સ્ટફિંગ મૂકો. અહી મે દાલ મખની સાથે સર્વ કર્યું છે. તમે એને ગરમ ગરમ એકલું પણ ખાય શકો છો
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (11)