લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)

#MW3
#ફાઈડચેલેન્જ
#કચોરી
શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે

રાંધવાની સૂચનાઓ
- 1
લીલી તુવેરના દાણા કાઢી તેને બરાબર સાફ કરી લો પાણી થી બરાબર સાફ કરી તેમાંથી પાણી કાઢી લો તુવેર દાણા ને અધકચરા વાટી લો બારીક જેવા જ કરવાના છે
- 2
હવે કઢાઇમાં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નાખો હવે તેમાં મરચાની પેસ્ટ ઉમેરો આ પેસ્ટને સાંતળી લો હવે તેમાં તુવેરના અધકચરા દાણા નાખો.મીઠું ઉમેરી દાના બરાબર શેકાવા દો
- 3
દાણા બરાબર શેકાઈ જાય એટલે તેમાં હળદર ગરમ મસાલો ખાંડ અને લીંબુનો રસ ઉમેરો બાફેલા કાચા કેળાંને મેશ કરી ઉમેરો ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી શેકાવા દો.હવે તેમાં ઝીણી સુધારેલી કોથમીર તેમાં દ્રાક્ષ અને કાજુ ના નાના ટુકડા ઉમેરો અને સાઇટ પર ઠંડુ થવા મૂકી દો
- 4
મેંદા ના લોટ મા બધું મિક્સ કરી લોટ બાંધી લો તેને બરાબર મસળી ને તેમાંથી નાના નાના એક સરખા લૂઆ બનાવી લો. પૂરી બનાવી તેમાં કચોરી નું મિશ્રણ મૂકી કચોરી વાળી લો.બધી કચોરી આ રીતે વાળી લો
- 5
તેલ ગરમ કરવા મુકો મુકો પછી ગરમ તેલ મા ધીમા તાપે ગોલ્ડન કલર ની તળી લો.ગરમ ગરમ કચોરી ને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો શિયાળામાં ગરમ ગરમ કચોરી ખાવાની બહુ મજા આવે છે અને આ સિઝનમાં દાણા સરસ મળતા હોય છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (20)