"લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati)

#GA4
#Week13
#Tuver
#લીલી તુવેર નો ઓળો
"લીલી તુવેર નો ઓળો " એ મારી ઇનોવેટીવ રેસિપી છે જે હું લીલી તુવેર ની સીઝન માં બનાવું છું અને આ ઓળો સ્વાદ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને મારા ઘરના સભ્યો ને લીલી તુવેર નો ઓળો ખૂબજ ભાવે છે અને આ તુવેર ના ઓળો ને તમે પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાયની ખૂબજ મજા આવે છે..

રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને શેકવા માટે :-
સૌ પ્રથમ રીંગણ ને પાણી થી ધોઈ ને લુછી લો હવે રીંગણ ને તેલ લગાવી લો અને ગેસ ઉપર શેકવા મુકો પછી રીંગણ ને ધીમે ધીમે ફેરવતા ગેસ ઉપર સારી રીતે શેકી લો હવે જ્યારે શેકેલા રીંગણ માંથી સરસ સુગંધ આવવા લાગશે. હવે રીંગણને ઠંડુ થવા મુકો ઠંડા થયા પછી રીંગણ ની ઉપર ની છાલ છોલી કાઢી લો. છીલેલા રીંગણ ને પ્લેટ માં કાઢી બરાબર મેશ કરી લો. - 2
"લીલી તુવેર નો ઓળો" બનાવવા માટે:-
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેલ માં જીરું,અને હિંગ નાખો પછી તેમાં લીલી તુવેર સમારેલી લીલી ડુંગળી લીલું લસણ તેમજ આદું મરચા અને લસણ ની પેસ્ટ તેલ માં નાખી સાંતળો પછી ડુંગળી માં ટામેટા ઉમેરી તેમાં થોડું મીઠું નાખો હવે ત્યાં સુધી પકાવો કે સરસ ગ્રેવી ના બની જાય. તેમાં લાલ મરચું, થોડી હળદળ, ધણાજીરું અને ગરમ મસાલા નાખી મિક્ષ કરો..
- 3
ત્યાર પછી શેકેલા રીંગણ ને નાખી બધુ બરાબર ગ્રેવી માં મિક્સ કરી લો અને થોડી વાર માટે મસાલો બરાબર ચડવા દો તો તૈયાર છે લીલી તુવેર ના ઓળા ને ઉપર થી કોથમીર નાખી અને પાપડ અને રોટલા અને માખણ અને લસણ ની ચટણી તેમજ છાશ સાથે સર્વ કરો.
ધનેશ્વરી કિરણકુમાર જોશી. - 4
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)