ગોળનો શીરો(Gol Shiro Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો
- 2
.હવે એક તવા માં ઘી ગરમ કરો અને તેમાં નો લોટ ઉમેરો
- 3
ઘઉં ના લોટ ને ઘી માં ધીમા તાપે આછા સોનેરી રંગ નો થાય અને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેકો
- 4
લોટ શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી ઉમેરો અને ધીમે ધીમે મિક્ષ કરો જેથી ગાંઠા ના પડે
- 5
શીરા ને ધીમા ગેસ પર સતત હલાવતા રહો.બધું પાણી બળી જાય એટલે તેમાં સમારેલો ગોળ ઉમેરો
- 6
બધો ગોળ ઓગળી જાય ને શીરા માંથી ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો તેમાં ઈલાઇચી પાઉડર નાખી બરાબર હલાવી લો
- 7
તો તૈયાર છે શીરો તેને એક ડીશ માં લઈ લો ને બદામ થી સજાવી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14283142



















ટિપ્પણીઓ (2)