કચરીયું (Sesame Jaggery Fudge Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
Sesame jaggery Fudge (કચરિયું) આ રેસિપી કાળા તલ અને ગોળ માથી બનતી હોવાથી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ફેટ ભરપૂર છે આ સિવાય ગોળ માંથી આરયન અને બીજા ઘણા વિટામિન્સ અને minerals મળે છે અને બનાવવામાં ખૂબ જ આસાન છે. આ બનાવવા માટે ઉપર મુજબના બધા જ ઘટકો એકઠા કરો
- 2
સૌપ્રથમ ગેસ પર એક પેન તેમાં તલ નાખી થોડા ભેજ ઉડે એટલા શેકો ત્યારબાદ તેને બાજુ પર રાખી દો. હવે આજ પેનમાં બે ચમચી જેટલું તલનું તેલ લો તેમાં ગુંદર સાંતળી લો જેથી ગુંદર ફૂલી જશે અને બાજુ પર રાખી દો
- 3
હવે મિક્સર જારમાં તલને અધકચરા ક્રશ કરો
- 4
આજ મિક્સર જારમાં પ્રથમ ગોળ પછી ખજૂર સુંઠ નો પાઉડર તલનું તેલ વગેરે ઘટકો એક પછી એક ઉમેરતા જાવ અને ક્રસ કરતા જાવ.
- 5
હવે મિક્સર જારમાં થી એક વાસણમાં કાઢી તેમાં કોપરુ મગજતરી ના બી કાજુ બદામ અને તળેલો ગુંદર નાંખી હાથથી બરાબર મિક્સ કરો જરૂર પડે તો વધુ તેલ ઉમેરી શકાય.
- 6
આપણને ગમતા કોઈ પણ આકારના વાસણમાં ભરી તેને અનમોલ્ડ કરી કાજુ બદામ અને ખસખસ વડે સજાવીને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ