બ્રોવની (Brownie Recipe in Gujarati)
#GA4#Week16
રાંધવાની સૂચનાઓ
- 1
આ બ્રાઉની જુવાર ના લોટ માથી બનતી હોવાથી રિફાઇન લોટ અને બીજાં લોટ કરતાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. આથી પચવામાં સારી અને તંદુરસ્તી માટે સારી આમાં વપરાતા બધા જ ઘટકો gluten-free છે આથી આ બ્રાઉની ગ્લુટેન ની એલર્જી વાળા ખાય શકે. જુવાર ના લોટ માંથી બનતી હોવા છતાં ખૂબ જ સ્વાદિષ્ટ છે આ બનાવવા માટે ઉપરના બધા ઘટકો એકઠા કરો
- 2
એક વાસણ લો તેમાં એક ચારણીમાં લોટ કોકો પાઉડર મીઠું બેકિંગ પાઉડર બેકિંગ સોડા લો અને બે ત્રણ વખત ચાળી લો જેથી બધું બરાબર મિક્સ થઈ જાય અને તેના અણુઓ વચ્ચે હવા આવી જાય આથી બ્રાઉની બરાબર ફૂલે હવે આ ચાળેલ મિશ્રણમાં દહીં તેલ ખાંડ મોટાભાગનું ડ્રાયફ્રુટ અને વેનિલા એક્સટ્રેક ઉમેરો બરાબર મિક્સ કરો અને તેમાં દૂધ ઉમેરતા જાઓ અને બેટર બનાવો બેટર માં એટલું દૂધ ઉમેરો જેથી બેટર હાથથી નીચે પાડે તો પાટલી પડે.
- 3
એક ગ્રીસ કરેલા ઓવન ટ્રેમાં બેટર નાખો અને તેની પર બચેલું ડ્રાયફ્રુટ ભભરાવો અને આ ટ્રેન 200 ડિગ્રીએ preheat કરેલ ઓવનમાં 20 મિનિટ માટે મૂકો ત્યારબાદ ચેક કરો જો brownie બરાબર પાકી ન હોય તો થોડો સમય વધારી શકાય
- 4
બ્રાઉની પાકી જાય એટલે ઓવન માંથી બહાર કાઢી લો ઠંડી થવા દો ઠંડી થઈ જાય પછી અનમોલ્ડ કરો બ્રાઉનિંગ ઊંધી હશે બીજી ટ્રેનમાં તેને પલટી દો અનેસીધી કરો.
- 5
બ્રાઉની ને કટ કરી અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
- સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
- જુવાર ઢોકળા(Jowar dhokla recipe in Gujarati)















ટિપ્પણીઓ