પનીર મખની બિરયાની (Paneer Makhani Biryani Recipe In Gujarati)

પનીર મખની બિરયાની (Paneer Makhani Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને બરાબર ધોઈ ને ૩૦ મિનિટ માટે બોળી રાખવા. ત્યારબાદ એક બાઉલમાં ૨ લીટર પાણી ઉકાળી એમાં લવિંગ,ઇલાયચી,લીંબુ,ઘી,જાવંત્રી,સમારેલી કોથમીર અને ચોખા નાખી બરાબર હલાવી ભાત ચડવા દેવો. થાય એટલે ખુલ્લો મૂકી દેવો.
- 2
એક પેનમાં ૧ ચમચી ઘી અને ૧ ચમચી તેલ મૂકી તેમાં ટામેટા, કાંદા,કાજુ, આદુ લસણની પેસ્ટ, લાલ મરચું,કાશ્મીરી મરચું,મીઠું,ગરમ મસાલો નાખી ચડવા દેવું. ત્યારબાદ પાણી નાખી ચડવા દેવું. ઠંડું પડે એટલે મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.
- 3
ત્યારબાદ પેનમાં પેસ્ટ કાઢી એમાં દહીં મલાઈ કસૂરી મેથી સમારેલા પનીર અને ફ્રાય કાંદા કોથમીર નાખી મિક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી તેમાં પનીર ની ગ્રેવી નાખી ઉપર ફ્રાય કાંદા અને સમારેલી કોથમીર નાખી ઉપર ભાત નાખી ઉપર ફ્રાય કાંદા અને કોથમીર નાખી એવી રીતે લેયર તૈયાર કરવું અને ઢાંકી ને ૧૦ મિનિટ માટે થવા દેવું.
- 5
ત્યારબાદ એક પ્લેટમાં કાઢી રાઇતું સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (7)