જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#GA4 #Week16 #juwar

જુવાર ખુબ જ હેલ્ધી ધાન્ય છે.
જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટ ની ખાસિયત છે કે એનો ખાવા માં ઉપયોગ કર્યા પછી લાંબો સમય ભૂખ લાગતી નથી.
તે ઘઉં અને મેંદાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જ્યારે આપણા વૃદ્ધોને તેના પૌષ્ટિક ગુણોની ઓળખ કરી ત્યારે તેને અનાજના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યું.
જુવાર નો લોટ ઘઉંના લોટથી અનેક ગણો હેલ્ધી છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે અને તે ગ્લૂટેન ફ્રી છે
જુવાર માં અનેક પ્રકારના મિનરલ્સ, પ્રોટીન્સ અને વિટામીન્સ રહેલા છે.
તેના રોજીંદા ઉપયોગથી થાક દૂર થાય છે અને દિવસભર સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. જુવાર ના લોટમાંથી રોટલી રોટલા તો બનતા જ હોય છે, પણ મેં અહીંયા બધા ની ઓલટાઈમ ફેવરિટ એવી ક્રન્ચી કુકીઝ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામજુવાર નો લોટ
  2. 2 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  3. 30 ગ્રામબટર
  4. 4 ટેબલ સ્પૂનદૂધ
  5. ચપટીમીઠું
  6. સ્વાદ મુજબબેકિંગ પાઉડર
  7. 1/8 ટીસ્પૂનવેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં લોટ, ખાંડ, બેકિંગ પાઉડર, મીઠું લઈ બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં બટર ઉમેરી વડે બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરી લોટ બાંધી લો. બાંધેલા લોટને 15-20 મિનિટ માટે ફ્રીજ માં મુકો.

  4. 4

    તૈયાર લોટ ને રોલીન્ગ પીન ની મદદથી વણી લો. કુકી કટર થી કટ કરી બેકિંગ ટ્રે માં ગોઠવો.

  5. 5

    ઓવન ને 180° પર પ્રિહીટ કરી કુકીઝ ને 10 - 12 મિનિટ બેક કરી લો. કુકીઝ બની જાય એટલે તેને બેકિંગ ટ્રે માં થી લઈ વાયર રેક પર ઠંડા થવા દો.

  6. 6

    તૈયાર કુકીઝ ને ચા અથવા કોફી સાથે એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes